અંજાર-કચ્છ, તા. ૦૪/૦૧/૨૦૨૪,
અંજાર નગરપાલિકા શાળા નં.૧૪ માં વર્ષો સુધી વિદ્યાર્થીઓ ને ભણાવનાર તેમજ ૧૨ વર્ષ સુધી શાળા ના પ્રિન્સીપાલ તરીકે સેવા આપનાર અંજાર રાયમા સમાજ ના મોભી હાજી અબ્દુલ્લાભાઈ ઓસમાણભાઈ રાયમા (અબ્દુલ સાહેબ) ના નિધન થી રાયમા સમજ તેમજ અબ્દુલ સાહેબ પાસે અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ તેમજ મિત્રવર્તુળ માં શોક ની લાગણી ફેલાઈ છે.
જાણીતા ધારાશાસ્ત્રી અને ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ ના ટ્રસ્ટી એડવોકેટ સાદીક્ભાઈ રાયમા, દિલાવરભાઈ રાયમા તથા રફીભાઈ રાયમા ના પિતા અબ્દુલ સાહેબ ના નામ થી જાણીતા એમણે પોતાનું જીવન માં સાદગી, ઈમાનદારી અને મહેનત ને પ્રાધાન્ય આપી હંમેશા લોકોની ભલાઈ માટે કામ કરતા રહ્યા છે. જીવના ના દરેક હાલાતમાં નમાઝ ની પાબંદી એ એમના જીવન નો ખુબ જ પ્રેરણા દાયક કર્મ રહ્યું છે. તેમના પ્રેરણા દાયક જીવન ને સો-સો સલામ છે. તેમની દફનવિધિ માં સામાજિક આગેવાન હાજી જુમ્માભાઈ રાયમા, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ ના પ્રમુખ હાજી મોહંમદભાઈ આગરીયા, સૈયદ મહેબુબશા બાવા, સૈયદ જુસબશા બાવા, જમિયત ઉલમા-એ-હિન્દ ના હાજી નુરમામદભાઈ રાયમા, કચ્છ રાયમા સમાજ ના પ્રમુખ મૌલાના સિદ્દીક સાહેબ, ધારાશાસ્ત્રીઓ ઇકબાલભાઈ દેદા, ગુલામશા શેખ, રમઝાનભાઈ બાયડ, રીઝવાનભાઈ ખોજા, યાકુબભાઈ થરાણી, ડો. હાજી ઈસ્માઈલ બાયડ, વેપારી આગેવાનો મુસ્તાકભાઇ જત, હાજી મામદભાઈ રાયમા (પેટનભાઈ), હુશેનભાઈ આગરીયા, ભાચલશા શેખ, ભાકરશા પીરજાદા, રજાકભાઈ રાયમા સહીત ના અનેક ધાર્મિક, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી મર્હુમ હાજી અબ્દુલ સાહેબ ના હક મા દુઆ ગુઝારી હતી. તેમની જનાઝા નમાઝ સૈયદ અનવરશા બાવા (અનુબાપુ) એ અદા કરાવી હતી. તેમના નિધન થી વિવિધ સામાજિક, સ્વૈછિક સંસ્થાઓ ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ અને પીર નકીમિયાં (ર.અ.) મોતીયોવાળા સાર્વજનિક ટ્રસ્ટે શોક ઠરાવ પસાર કરી મર્હુમ ના નિધન પર શોક ની લાગણી વ્યક્ત કરી હતી. એવું ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ના પ્રવક્તા સૈયદ જલાલશા સૈયદ ની યાદી માં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા