માંડવી તા. ૦૪/૦૧
માંડવીમાં છેલ્લા 31 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની બે પ્રજ્ઞાચક્ષુ કન્યાઓ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ – ગાંધીનગર આયોજિત યુવા વિકાસ અધિકારીની કચેરી ભુજ સંચાલિત માંડવી તાલુકા કલા મહાકુંભ 2023 માં પ્રથમ નંબર મેળવીને સંસ્થાનું ગૌરવ વધારેલ છે.
સારસ્વતમ સંચાલિત ઉચ્ચ માધ્યમિક શાળા – મસ્કા હાઇસ્કુલ માં યોજાયેલા કલા મહાકુંભમાં સુગમ સંગીત સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ કન્યા ગરવા જયશ્રી પંકજભાઈ પ્રથમ નંબરે વિજેતા બની હતી જ્યારે લગ્ન ગીત સ્પર્ધામાં સીજુ કંકુ રવજીભાઈ (પ્રજ્ઞાચક્ષુ) બિનહરીફ વિજેતા બનીને બંને કન્યાઓએ સંસ્થા નું ગૌરવ વધારેલ હોવાનું સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ અને ખજાનચી પ્રતાપભાઈ ચોથાણીએ જણાવ્યું હતું.
વિજેતા કન્યાઓને મસ્કાના સી.આર.સી. કો-ઓર્ડીનેટર યોગેશભાઈ મહેતા, મસ્કા હાઈસ્કૂલના આચાર્ય મહેશભાઈ રાવલ, કલા મહાકુંભ ના માંડવી તાલુકા ના કન્વીનર શાંતિભાઈ પટેલ અને માંડવી ની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સહમંત્રી સુલતાનભાઇ મીરના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવેલ હોવાનું દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા