માંડવી તા. ૦૪/૦૧
માંડવીમાં છેલ્લા ૩૧ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદિપક કામગીરી કરતી સંસ્થા જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટર – માંડવી ને મુંબઈ, બેંગલોર અને હૈદ્રાબાદ ના જુદા જુદા દાતા તરફથી, કેન્સર અને ડાયાલીસીસ ના ગરીબ દદીૅઓ માટે કુલ ૬૧૦૦૦/- રૂપિયાનું દાન મળેલું છે.
સંસ્થા ના પ્રમુખ કિરણકુમાર વાડીલાલ સંઘવી, મંત્રી અરવિંદભાઈ શાહ અને ટ્રસ્ટી તથા પ્રવકતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે, બેંગલોરના જી શાંત રમેશભાઈ ગંગડ તરફથી ૨૧૦૦૦/- રૂપિયા, મુંબઈના પ્રદિપભાઈ વૃજલાલ શાહ અને દિપકભાઈ નાગજી શાહ દરેક તરફથી ૧૫૦૦૦/- રૂપિયા અને હૈદ્રાબાદના કચ્છી ગુજૅર જૈન સમાજ (હસ્તે:- પ્રદિપભાઈ સંઘવી) તરફથી ૧૦૦૦૦/- રૂપિયા મળી કુલ ૬૧૦૦૦/- (એકસઠ હજાર) રૂપિયાનું દાન મળેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, બેંગલોર ના જીશાંતભાઇ રમેશભાઈ ગંગડ અને હૈદ્રાબાદના કચ્છી ગુજૅર જૈન સમાજ તરફથી માંડવીની આ સંસ્થાને દર વર્ષે દાન મળે છે.
સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઇ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા અને સમગ્ર ટ્રસ્ટી મંડળે દાતાશ્રીઓનો આભાર માનેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી તથા મિડિયા કન્વીનર દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા