ટીબી મુક્ત ભારત” ૨૦૨૫ સુધીમાં ભારત ભર માંથી ટીબી નાબુદ થાય તેવી આપણા આદરણીય વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના સંકલ્પ ને સાર્થક કરવા સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રયત્નો ને સફળ બનાવવા નિક્ષય મિત્ર બનવા કોર્પોરેટ ક્ષેત્ર, સ્વેચ્છીક સંસ્થાનો, સંગઠનો અને દરેક રાજકીય દલો, જન પ્રતિનિધિઓ ને આહ્વાન કરતાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છ મોરબી ના યુવા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ સમાજ નવનિર્માણ અને કચ્છ લોકસભા પરિવાર દ્વારા આજે કચ્છ વિસ્તાર માં ૨૫૦૦ થી વધુ ટીબી ના દર્દીઓ ને જરૂરી દવાઓ અને પોષણ કીટ ના વિતરણ નો પ્રારંભ કર્યો હતો.
શ્રીમતી કુંવરબેન પી. મહેશ્વરી કચ્છ જીલ્લા પંચાયત સામાજિક ન્યાય ચેરમેનશ્રી
સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે ટીબી વૈશ્વિક સમસ્યા છે તેને નિર્મુલન કરવા નિઃશુલ્ક નિદાન અને સારવાર તેમજ નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર્દીઓ નિ સારવાર પૂર્ણ થાય ત્યાં સુંધી તેમને પોષણકીટ અને જરૂરી દવાઓ આપવા માટે હું સંકલ્પ બધ્ધ છું. ભારત સરકાર દ્વારા “કોમ્યુનિટિ સપોર્ટ ટુ ટીબી પેશન્ટ” પહેલ શરૂ કરવામાં આવેલ છે. જિલ્લા ક્ષય અધિકારીશ્રી દ્વારા સારવાર લેતા ટીબી ના દર્દીઓ ની સારવાર માટે માર્ગદર્શન મળે છે. સ્વેચ્છીક સંસ્થાઓ, સંગઠનો, સામાજીક કાર્યકરો, મારા સાથી મિત્રો ને આ સંકલ્પ પરિ પૂર્ણ માટે સહકાર આપવા અપીલ કરૂ છું. તેમ સાંસદશ્રી ચાવડાએ જણાવ્યુ હતું.
ભુજ ખાતે જીલ્લા ક્ષય નિવારણ કેન્દ્ર ટીબી હોસ્પિટલ ખાતે આયોજીત કાર્યક્રમ માં કચ્છ જીલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી દેવજીભાઇ વરચંદ, ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલીકા અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી, જીલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી આર.આર. ફુલમાલી, ડો.મનોજભાઇ દવે, તાલુકા હેલ્થ ઓફિસર ડો.કેશવ કુમાર, ભુજ ન.પા.સતા પક્ષના નેતા શ્રી કમલભાઇ ગઢવી, નગરપાલિકા કોર્પોરેટ સંગઠન ના પદાધિકારીઓ, જીલ્લા પંચાયત ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પધારેલ મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્ય, બાદમાં પધારેલ મહેમાનો દ્વારા પ્રાસંગીક પ્રવચન, અધિકારીશ્રીઓ તરફ થી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ.
કાર્યક્રમનું સંચાલન માં ભારતી ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી મનીષભાઈ બારોટે કર્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડિયા