હર્ષ ત્રિવેદી સતત ત્રીજા વર્ષે માંડવી જાયન્ટ્સ ગ્રુપમાં સુંદર કામગીરી કરી રહ્યા છે.
માંડવી તા. ૧૮/૧૨
જાયન્સ વેલ્ફેર ફાઉન્ડેશન ૩ બી ફેડરેશન કન્વેશન તાજેતરમાં દીવ ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવના ઉપક્રમે યોજાયો હતો.
આ વાર્ષિક કન્વેશનમાં ગુજરાત રાજ્યના કુલ 60 ગ્રુપના, 300 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
માંડવી જાયન્ટ્સ ગ્રુપમાં મંત્રી તરીકે હેટ્રિક કરીને સતત ત્રણ વર્ષથી હર્ષ ત્રિવેદી સુંદર કામગીરી કરી રહ્યા છે. તેમની કામગીરીની નોંધ લઇ હર્ષ ત્રિવેદીને રાજ્યકક્ષાના બીજા નંબરનો એવોર્ડ જાયન્ટ્સ ફેડરેશન 3બી રાજ્યના પ્રમુખ શાંતિલાલભાઈ પટેલ ના હસ્તે હર્ષ ત્રિવેદીને દીવ મધ્યે એવોર્ડ એનાયત થયો હોવાનું જાયન્ટ્સ વેલ્ફેર ફેડરેશન 3બી (રાજ્ય)ના પૂર્વ મીડિયા ઓફિસર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
રાજ્યકક્ષાનો બીજા નંબરનો એવોર્ડ મેળવીને હર્ષ ત્રિવેદીએ માત્ર માંડવી જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલ હોવાનું માંડવી જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ સોનીએ જણાવ્યું હતું.
પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવવા બદલ રાજ્યના પ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, ઉપપ્રમુખ ડો. મધુકાંતભાઈ આચાર્ય, યુનિટ ૧૨ના યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ હિંમતસિંહ જાડેજા અને બળવંતસિંહ ઝાલા, ખજાનચી યોગેશભાઈ ભટ્ટ, રાજ્યના પૂર્વ મીડિયા ઓફિસર દિનેશભાઈ શાહ તેમજ માંડવીના જાયન્ટ્સ પરિવારના તમામ સભ્યોએ હર્ષ ત્રિવેદીને અભિનંદન પાઠવ્યા હતા.
હર્ષ ત્રિવેદીને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા