માંડવી સાહેલી ગ્રુપના પ્રમુખ રાજેશ્વરીબેન સાધુ અને મંત્રી રજનીબા જાડેજા ની વર્ષ દરમિયાન ની કામગીરીની નોંધ લઇ નારી ગરીમાં એવોર્ડ એનાયત થયો.
જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ૩ બી ફેડરેશન કન્વેશન દીવ ખાતે જાયન્ટ્સ ગ્રુપ ઓફ દીવના ઉપક્રમે યોજાયો હતો.
આ કન્વેશનમાં માંડવીના જાયન્ટ્સ સાહેલી ગ્રુપે ફેડરેશનના ૭(સાત) અને યુનિટ લેવલના ૯(નવ)સહિત કુલ ૧૬ એવોર્ડ દીવમાં એનાયત થયા હોવાનું માંડવી સાહેલી ગ્રુપના પ્રમુખ રાજેશ્વરીબેન સાધુ અને મંત્રી રજનીબા જાડેજા એ જણાવ્યું હતું.
માંડવી સાહેલી ગ્રુપના પ્રમુખ રાજેશ્વરીબેન સાધુ અને મંત્રી રજનીબા જાડેજા ને વર્ષ દરમિયાનની કામગીરીની નોંધ લઇ તેમને નારી ગરીમાં એવોર્ડ મેળવીને નારી શક્તિનું ગૌરવ વધારેલ હોવાનું જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન રાજ્યના પૂર્વ મીડિયા ઓફિસર અને રાજ્ય/રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ વર્ષ દરમિયાન માંડવી સાહેલી ગ્રુપે કુલ 56 જેટલા સેવાકીય પ્રોજેક્ટો સભ્યો અને દાતાશ્રીઓના સહકાર અને યુનિટ ૧૨ના યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ ત્રિવેદીના માર્ગદર્શનથી સંપન્ન કરેલ હોવાનું સાહેલી ગ્રુપના ઉપપ્રમુખ ગાયત્રીબેન જોશી અને જાગૃતિબેન ગટ્ટા તેમજ ખજાનચી ચક્ષીતાબેન કષ્ટા જણાવ્યું હતું.
માંડવી સહેલી ગ્રુપને ફેડરેશન લેવલના મળેલ સાત એવોર્ડોમાં, પ્રેસિડેન્ટ એપ્રિસિએશન એવોર્ડ, પ્રમુખ રાજેશ્વરીબેન સાધુને, પ્રેસિડેન્ટ એપ્રિસિએશન એવોર્ડ ડૉ. પારૂલબેન ગોગરીને, પ્રેસિડેન્ટ એપ્રિસિએશન એવોર્ડ બેસ્ટ મેમ્બર વિભાબેન ઓઝા ને, ફેડરેશન મેમ્બર ગ્રોથ એવોર્ડ, ફેડરેશન બેટી બચાવો બેટી પઢાવો પ્રોજેક્ટ એવોર્ડ, ફેડરેશન સાહેલી ઇન્ચાર્જ તરફથી એવોર્ડ અને વુમન એજ્યુકેશન ઓફિસર તરફથી મળેલ એવોર્ડ નો સમાવેશ થાય છે.
દીવ ખાતે મળેલા આ કન્વેશનમાં રાજ્યના હોદ્દેદારો અને સભ્યો મળીને કુલ 300 જેટલા મોટી સંખ્યામાં મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના પ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, ઉપપ્રમુખ ડૉ. મધુકાંતભાઈ આચાર્ય, મંત્રી પ્રદીપભાઈ જોશી, તથા યુનિટ ૧૨ના યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ ત્રિવેદી વગેરે માંડવી સાહેલી ગ્રુપના પ્રમુખ રાજેશ્વરીબેન સાધુ મંત્રી રજની બા જાડેજા અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હોવાનું ફેડરેશનના પૂર્વ મીડિયા ઓફિસર દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડિયા