માંડવી તપગચ્છ જૈન સંઘમાં શત્રુંજય ભાવયાત્રા અને ચાતુર્માસ પરિવર્તનનો કાર્યક્રમ ભક્તિ ભાવપૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો.
માંડવી તા. ૦૯/૧૨
શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘ માંડવી માં તાજેતરમાં શત્રુંજય ભાવયાત્રા અને ચાતુર્માસ પરિવર્તનનો કાર્યક્રમ ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો.
માંડવીના તપગચ્છ જૈન સંઘમાં કલાપ્રભસૂરી આરાધના ભવનમાં સાધ્વીજી ભગવંત પરમ પૂજ્ય પુણ્યદર્શનાશ્રીજી મહારાજ સાહેબ ઠાણા ૩ની પાવન નિશ્રામાં યોજાયેલા શત્રુંજય ભાવયાત્રામાં સકળ સંઘના ભાવીકો બહોળી સંખ્યામાં ભાવયાત્રા માં જોડાયા હતા. ભાવયાત્રા કરાવવાનો લાભ હેતલભાઈ ભરતભાઈ શાહે લીધો હતો.
ભાવયાત્રા ના કાર્યક્રમ બાદ સાધ્વીજી ભગવંતો સાથે સૌ ચાતુર્માસ પરિવર્તનનો લાભ લેનાર માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ (ડગાળાવાલા) પરિવારના શ્રીમતી જીનલબેન જીતુભાઈ મહેતા (ડગાળાવાલા) ના નિવાસ્થાને ઢોલ શરણાઈના નાદ સાથે વાજતે – ગાજતે ગયા હતા.
પ્રારંભમાં લાભાર્થી પરિવારના સંજયભાઈ ડગાળાવાલા એ સામૂહિક ગુરુવંદના કરાવી હતી.
આ પ્રસંગે સાધ્વીજી ભગવંતોએ જણાવ્યું હતું કે, ચાતુર્માસ પરિવર્તન સાથે હૃદયમાં પણ પરિવર્તન કરી બારેમાસ યથા શક્તિ ધર્મ આરાધના કરવા ભાવિકોને શીખ આપી હતી. સાધ્વીજી ભગવંતો એ વધુમાં જણાવ્યું હતું કે, માંડવીમાં ચાર્તુમાસના સતત પાંચ મહિના ભાવિકોએ ધર્મ આરાધના સારા પ્રમાણ કરી, અમને ખૂબ જ સહકાર આપેલ હતો. આ પ્રસંગે માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા (ડગાળાવાલા) પરિવારના ભરતભાઈ, સંજયભાઈ, વિરલભાઈ અને જીતુભાઈ મહેતાએ સાધ્વીજી ભગવંતોને કામળી વહોરાવવાનો લાભ લીધો હોવાનું તપગચ્છ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને પૂર્વ ટ્રસ્ટી તથા મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા