માંડવી તા. ૦૮/૧૨
માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ દ્વારા દાતાશ્રીઓના સહકારથી માંડવી શહેરની તમામ 18 સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને પહેલા ધોરણમાં અભ્યાસ કરતા નાના બાળકોને, શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ સ્વેટર અને ટોપલા નું વિતરણ કરવા એક સમારોહ યોજાયો હતો.
માંડવીના જૈન મિત્ર મંડળ સંચાલિત આયંબિલ શાળામાં માંડવીના ત્રણગચ્છ જૈન સંઘના પ્રમુખ અને માંડવીના અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહના પ્રમુખ પદે યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, માંડવી નગર સેવાસદનના સત્તા પક્ષના નેતા લાંતિકભાઈ શાહ અને કાઉન્સિલર પારસભાઈ સંઘવી, છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા (શાહ) અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં મંચસ્થ મહેમાનો અને સંસ્થાના સભ્યોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.
માંડવી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ દોલતભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જણાવ્યું હતું કે, માંડવીના વતન પ્રેમી દાતા શ્રીમતી નિર્મલાબેન ભુપેન્દ્રભાઈ દોશી (માંડવી-મુંબઈ), શ્રીમતી હાર્દિકબેન પ્રદીપભાઈ શાહ (માંડવી-અમેરિકા), શ્રી લક્ષ્મણભાઈ ભોગીલાલભાઈ સંઘવી (માંડવી-વડોદરા) અને શ્રી જીતેશકુમાર પ્રભુલાલ શાહ (માંડવી-વડોદરા) તરફથી માંડવી શહેરની તમામ 18 સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને પહેલા ધોરણમાં અભ્યાસ કરતા કુલ 370 નાના બાળકોને, શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ સ્વેટર અને ગરમ ટોપલા નું વિતરણ કરવામાં આવશે.
આ સમારોહમાં માંડવીની જૈન નુતન પ્રાથમિક શાળા નં. 3,તાલુકા ગ્રુપ પ્રાથમિક શાળા નં. 1અને ખલફાન ભાઈ દામાણી પ્રાથમિક શાળાના કુલ 15 બાળકોને સ્વેટર અને ટોપલા નું પ્રતીક વિતરણ મંચસ્થ મહેમાનો, સંસ્થાના સભ્યો અને ઉપસ્થિત પ્રાથમિક શાળાના આચાર્યો અને શિક્ષકોના હસ્તે કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, છ કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા (શાહ),રાજ્ય એવોર્ડ વિજેતા શ્રીમતી ભારતીબેન ગોર અને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક અને લોકસાહિત્યકાર રમેશભાઈ જોશી નું સંસ્થા તરફથી મોતીની માળા પહેરાવી, શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.
આ પ્રસંગે મયુરભાઈ શાહ, દિનેશભાઈ શાહ, લાંતિકભાઈ શાહ, પારસભાઈ સંઘવી, પુનિતભાઈ ભાછા અને ભારતીબેન ગોરે પોતાના પ્રસંગિક પ્રવચનમાં દાતાની દિલેરી ને બિરદાવી સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ અને તેમની ટીમને, માંડવી શહેરની તમામ 18 સરકારી પ્રાથમિક શાળાના 370 બાળકોને, શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ સ્વેટર અને ગરમ ટોપલા વિતરિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમને સુપેરે પાર પાડવા સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહ, એડવોકેટ ઉદયભાઇ શાહ, લહેરીભાઈ શાહ, અજીતભાઈ પટવા, રાજીવભાઈ બી. શાહ અને કિર્તીભાઈ વસાએ જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ સંસ્થાના અગ્રણી નરેશભાઈ શાહે કરી હતી.
આ સમારોહમાં શહેરની 18 સરકારી પ્રાથમિક શાળાના આચાર્યો અને શિક્ષકો, જૈન અગ્રણી પ્રવીણભાઈ સંઘવી, ભરતભાઈ એમ. શાહ, જયકુમારભાઈ દોશી વગેરે ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા.
અહેવાલ :- ઇમરાન અવાડીયા