હાજી જુમ્માભાઈ રાયમા (લાંબા સમય થી 25 વિધવા બહેનો ને રાશન કિટ વિતરણ સહિત ની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે આરોગ્ય ક્ષેત્રે મોખરાનું કામ કરતી પીર નક્કીમિંયા (ર. હ.) મોતીયા વાળા સાર્વજનિક ટ્રસ્ટ…
અંજાર – તા 10/12/2023 કૌમી એકતા ના પ્રતિક પીર સૈયદ અનવરશા બાપુ (અનુબાપુ) ના વડપણ અને સંચાલન હેઠળ ચાલતી સંસ્થા પીર નક્કીમિંયા (ર. હ.) મોતીયા વાળા સાર્વજનિક ટ્રસ્ટ – અંજાર દ્વારા દર મહિને ગરીબ જરૂરતમંદ વિધવા બહેનો ને રાશન કિટ નું વિતરણ કરવામાં આવે છે સંસ્થા દ્વારા કોરોના ના કપરાં કાળ તેમજ કુદરતી આફતો સમયે રશોડું શરૂ કરી દિવસ ના બે સમયે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવે છે સંસ્થા દ્વારા જરૂરતમંદો ને રાશન કિટ બિમાર જરુરતમંદો ને આરોગ્ય લક્ષી મદદરૂપતા – ઓપરેશન લાયક દર્દીઓ ને વિના મૂલ્યે ઓપરેશન સહિત ની પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા જરુરતમંદ દર્દીઓ માટે એમ્બ્યુલન્સ વાન પણ વિના મૂલ્યે ચલાવવામાં આવી રહી છે..
અંજાર શહેર કે કચ્છ ભરમાંથી કોઈ પણ વ્યક્તિ પોતાની સમસ્યા અનુબાપુ પાસે લઈ આવે ત્યારે અનુબાપુ દ્વારા શક્ય એટલી મદદ કરી ચોક્કસ પણે તેમની સમસ્યા ના સમાધાન માટે ઉપયોગી થાય છે.. સૈયદ અનવરશા બાપુ પોતાના સેવાકીય કાર્ય કોઈ પણ નાત જાત કે ધમૅ ના ભેદભાવ વગર એક લોક સેવક તરીકે દરેક લોકો ની સમસ્યાઓ ના નિરાકરણ માટે હમેશાં તત્પર રહે છે.. કૌમી એકતા ના હીમાયતી અનુબાપુ ના હુલામણા નામથી જાણીતા સૈયદ અનવરશા બાપુ ના ઉમદા સમાજ ઉપયોગી કાર્યો દરેક સમાજ માટે પ્રેરણા દાયક છે.. અનુબાપુ ના દરેક સેવાકીય પ્રવૃત્તિઓ ની નોંધ લઈ તેમનાં કાયોંમાં દરેક સમાજ ના લોકો સહયોગ કરતા રહે છે. અનુબાપુ ના અધ્યક્ષ સ્થાને ‘સબકા માલિક એક ગૃપ’ દ્વારા અંજાર મધ્યે હિન્દુ – મુસ્લિમ ગરીબ પરિવારની દીકરીઓ ના વિના મૂલ્યે સમૂહલગ્ન નું આયોજન પ્રેરણા દાયક કદમ રહ્યું છે.. અનુબાપુ ના સેવાકીય કાર્યો ને બિરદાવતા સામાજિક આગેવાનો હાજી જુમ્માભાઈ રાયમા, હાજી મોહંમદભાઈ આગરીયા, શાદિકભાઈ રાયમા સહિતનાઓ એ સંયુક્ત રીતે અનુબાપુ ને સમાજ માં ‘108’ ની સેવાઓ સમાન ગણાવ્યા છે. અનુબાપુ સમાજ ના લોકોના પ્રશ્નો નું નિરાકરણ હોય કે જરુરતમંદો ને મદદરૂપ થવા નું હોય તેઓ રાત – દિવસ જોય વગર લોકો ને શક્ય એટલા મદદરૂપ થવા હમેશાં તત્પર રહે છે. પ્રેરણા દાયક અનુબાપુ તથા તેમની સંખ્યા ને સો – સો સલામ…
તેમના પ્રેરણા દાયક કાર્યો માં તેમની ટીમ ના જાફરશા સૈયદ, મૌલાના મુબારક, ઇકબાલભાઈ મેમણ, શરિફભાઈ લંગા, જાવેદભાઈ સાયચા, ફૈઝલ જત, મજીદભાઈ રાયમા, હુશેનભાઈ ભટ્ટી સહિત ના યુવાઓ સહયોગ આપતા રહે છે…
અહેવાલ :- ઇમરાન અવાડીયા