ભુજ શહેરની સમીપે આવેલ માથાપર મુકામે કચ્છના અને કચ્છ બહાર વસ્તા લોકોની આસ્થા સ્થાન એવા ૧૫૦ થી ૨૦૦ વર્ષ જુના પૌરાણીક જખ મંદિરમાં દર્શન કરવા માટે સમગ્ર કચ્છમાંથી અને કચ્છ બહારથી પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને શ્રધ્ધા અને ભક્તિભાવ પૂવર્ક જખદાદાની સેવા અને પુજન અર્ચન કરે છે. જેમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે. જખ દાદાના દર્શનનો લાભ લેવા માટે કચ્છ અને કચ્છ બહારના ભક્તજનો લાઈનો લગાડે છે.
ખુબ જ ટુકો ગાળામાં હરણફાળ ભરતી આ સંસ્થા દ્વારા અનેક ધાર્મિક, સામાજીક, જીવદયા અને માનવસેવાના કાર્યો કરવામાં આવે છે.અત્યારે કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર છે ત્યારે કચ્છ બહાના યાત્રિકોને ઉતારા માટે વધુ સારી સુવિધા મળે તે માટે માતૃશ્રી પાનબાઈ વલ્લભજી ભાણજી ગડા પરિવાર(ગામ :બાડા, હાલે. માટુંગા-મુંબઈ) (વિકાસ ગ્રુપ)ના આર્થિક અનુદાનથી અતિ આધુનિક સુવિધા ધરાવતા વીઆઈપી કક્ષાના નવનિર્મિત થયેલ ૨૦ રૂમના “પાનવલ્લભ અતિથિગૃહ” નું ઉદ્દઘાટન થોડાક સમય પહેલા કરવામાં આવ્યુ હતુ. ત્યારે આગામી તા. ૧૦/૧૨/૨૦૨૩ ને રવિવારના સવારે ૧૦ કલાકે મુખ્ય દાતા શ્રીમતી રસીલાબેન અશોકભાઈ કુંવરજી શાહ (વી-ટ્રાન્સ) પરિવાર (મુળ ગામ પત્રી, હાલે મુંબઈ)ના આર્થિક દાનથી અંદાજે ૨૫૦૦ સ્કે. ફુટમાં તૈયાર થયેલ અત્યાધુનિક “કે.કે.શાહ ભોજનાલય” નું ઉદ્દઘાટન દાતા પરિવારના સભ્યો અને શ્રી જગશીભાઈ કે.શાહ (જે.કે.શાહ) અને શ્રી દિપકભાઈ ધારશી ભેદા (સામાજીક કાર્યકર) ના વરદ્ હસ્તે કરવામાં આવશે.
આ પ્રસંગે દાતા પરિવારના શ્રી અશોકભાઈ શાહ અને તેમના પરિવારજનો,સૌરાષ્ટ્ર ટ્રસ્ટના યુવા ટ્રસ્ટી અને દાનવીર શ્રી સંજયભાઈ દામજીભાઈ એન્કરવાલા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા,ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, માંડવી વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુધ્ધભાઈ દવે, શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંધ (કચ્છ) ભુજના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડા, સામાજીક આગેવાન શ્રી હિતેશભાઈ ખંડોલ તેમજ સમાજના અન્ય આગેવાનો અને રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના યુવા ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈ મામણીયાએ આ કાર્યક્રમ પ્રસંગે શુભેચ્છા પાઠવી અને શ્રી માધાપર જખબૌતેરા સંધ દ્વારા કરવામાં આવતા કાર્યોની અનુમોદના કરી હતી અને પોતાની બનતી તમામ મદદ કરવાની ખાત્રી આપી હતી.
આ વિશે વધુ માહિતી આપતા શ્રી માધાપર જખબૌતેરા જૈન સંઘના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નરેશભાઈ શાહે જણાવ્યુ હતુ કે જખ દાદાના દર્શનાર્થે આવતા યાત્રિકોને સુધ્ધ સાત્વીક વ્યાજબી ભાવે ભોજન મળે તે માટે શ્રી માધાપર જખબૌતેરા સંધ જખમંદિર-માધાપર સંચાલીત “કે.કે.શાહ ભોજનાલય” લોકોની સેવામાં ખુલ્લી મુકવામાં આવી છે.આ ઉપરાંત અમારી સંસ્થા દ્વારા દરરોજ ગાયોને ધાસચારો, કબૂતરને ચણ, કુતરાને રોટલા આપવામાં આવે છે. કોઈ પણ જ્ઞાતિના લોકો માટે સાદડી – બેસણા માટે સંસ્થા દ્વારા નિઃશુલ્ક હોલ આપવામાં આવે છે. સાથે સાથે બાળકો માટે બગીચાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત બહારથી કચ્છ ફરવા આવતા લોકાના ઉતારા માટે સ્વચ્છ અને સુંદર આધુનિક સુવિધાઓથી સુસજજ રાહત ભાવે અતિથીગૃહની પણ સગવડ કરવામાં આવી છે. ગરીબ પરિવારની કન્યાના સમુહ લગ્ન માટે પણ સંસ્થા દ્વારા સહયોગ આપવામાં આવે છે.
પર્યાવરણને ધ્યાનમાં રાખીને મંદિરમાં દર્શનાર્થે આવનાર ભકતો તથા રહેવા માટે આવનાર અતિથીઓ માટે પણ કોઈ પણ જાતના પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા અપિલ કરવામાં આવે છે. જેથી કરીને આપણે આપણા મહામુલા પશુધન ને મોતના મુખમાંથી બચાવી શકીએ અને સાથે સાથે સફાઈ અભિયાનની જાગૃત્તિ દ્વારા પર્યાવરણની સુંદર સંભાળ પણ રાખી શકીએ. જેથી સ્વચ્છ માધાપર, સ્વચ્છ ભુજ, સ્વચ્છ કચ્છ,સ્વચ્છ ભારત માટેની ભાવના રાખીને જેને કચ્છ માટે અપાર લાગણી અને સ્નેહ છે એવા આપણા દેશના માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છતા હી સેવાના સુત્રને સાર્થક કરી શકીએ. કચ્છ ફરવા આવતા લોકોને એકવાર જખ મંદિર ની મુલાકાત લેવા ટ્રસ્ટીશ્રીઓ ધ્વારા અનુરોધ છે.
જખ દાદા મંદિરમાં ખુબ જ ટુંકા સમયમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અને મંદિરને તિર્થધામની ઉપમા આપીને સુશોભીત કરવામાં સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રી પ્રવીણભાઈ નંદુ, શ્રી ચીમનભાઈ ગમારા, શ્રી નરેશભાઈ શાહ, શ્રીમતી અંજુબેન શાહ વગેરે જહેમત ઉઠાવી ને લોક ઉપયોગી કાર્યો કરવામાં હંમેશા ચિંતીત હોય છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા