કચ્છની નારીશક્તિએ સુરત મધ્યે નેશનલ પાવર લીફટિંગ સ્પર્ધામાં વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી કચ્છનું ગૌરવ વધાર્યું

આજના ભારતમાં ભાગ્યે જ એવું કોઈ ક્ષેત્ર મળશે જે હજુ સુધી કોઈ મહિલાએ શોધ્યું ન હોય. આપણને એક એવું ભારત યાદ આવે છે જ્યાં સ્ત્રીઓ પોતાનું આખું જીવન ઘરની સીમામાં કે રસોડામાં જ વિતાવતી હતી. વર્ષોથી મહિલાઓએ જુલમનો સામનો કર્યો અને પુરતી ઓળખ મેળવી ન હતી. પરંતુ જેમ જેમ સમય બદલાયો છે તેમ દરેક ક્ષેત્રમાં મહિલાઓને ઓળખ મળી રહી છે.

ગુજરાતમાં તાજેતરમાં સુરત ખાતે સુરત સિટી પોલીસ અને સ્પોર્ટ્સ એસોસિયેશન ઓફ ગુજરાત ફાઉન્ડેશન દ્વારા એસ.એમ.સી હોલ સુરત મધ્યે નેશનલ પાવર લીફટિંગ બેંચપ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૩ અને ગુજરાત રાજ્ય પોલીસ પાવર લીફટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ભારતના ૧૪ જેટલા રાજ્યો માંથી ટોટલ ૬૨૦ જેટલા સ્પર્ધકો એ ભાગ લીધો હતો વિવિધ કેટેગરી માં સ્પર્ધકોએ સ્કીલ પ્રદર્શન કરી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધા 30 નવેમ્બર થી 3 ડિસેમ્બર સુધી યોજવામાં આવી હતી

આ નેશનલ પાવર લીફટિંગ સ્પર્ધામાં જેમને વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે તેવી નારીશક્તિ સ્વરૂપ અને અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે તેવા નેહલબેન પંડ્યા એ જે કચ્છ જેવા સરહદી જિલ્લા ના છેવાના મુંદરા નગર માં રહી ને સ્પર્ધામાં ભાગ લઈ ત્રીજો ક્રમાંક મેળવી બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર કચ્છ તેમજ મુંદરા નું ગૌરવ વધાર્યું હતું. અને અગાઉ પણ નેહલબેન પંડ્યા એ ગુજરાત માં રાજ્ય સ્તરે ગોલ્ડ મેડલ, ઔરંગાબાદમાં રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ,જમ્મુ અને કાશ્મીર માં રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ અને હાલ સુરતમાં રાષ્ટ્રીય સ્તરે પાવર લીફટિંગ ક્ષેત્રમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરેલ છે અને યોગ અને મેડિટેશન જેવા ક્ષેત્રોમાં પણ તેઓ હાલ કોચ તરીકે સેવા પૂરી પાડી રહ્યા છે.

જ્યારે નેહલબેન પંડ્યા સાથે વાત કરતા તેમણે ખાસ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા નારીશક્તિ માં રહેલી શક્તિ ને બહાર લાવવા વિવિધ પહેલ કરવામાં આવી રહી છે જેને કારણે મહીલાઓ સશક્ત બની છે આજનું ભારત નવું ભારત છે આજની નારીશક્તિ માં ખુબ જ શક્તિઓ રહેલી છે જે શક્તિઓ ની ક્ષમતા ને માત્ર જાગૃત કરવાની આવશ્યકતા છે

” માન લિયા જાયે તો હાર હોતી હૈ ઔર થાન લિયા જાયે તો જીત હોતી હૈ ” અને મને જે સફળતા મળી છે તો માત્ર મારા પતિ શ્રી મનીષ પંડ્યા અને મારા પરિવાર ના કારણે મળી છે આજે આ લેવલ પહોંચી સિદ્ધિ પ્રાપ્ત કરી તેમાં હરહંમેશ જેમણે પૂર્ણ સપોર્ટ આપ્યો છે.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *