શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા તીર્થક્ષેત્ર સંતો મહંતો દ્વારા પૂજિત અક્ષત કળશનું આગમનની ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું મુંદરા નગર*
મુન્દ્રા નગર મધ્યે શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા તીર્થક્ષેત્ર સંતો મહંતો દ્વારા પૂજિત અક્ષત કળશ નું મુન્દ્રા શહેર મધ્યે શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવેલ અને કળશ નું ખુબ સુંદર રીતે વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ અને નગરજનો દ્વારા કળશ ને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા વધાવી લેવામાં આવ્યું હતું જેનો મુંદરા નગરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો
શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા તીર્થક્ષેત્ર સંતો મહંતો દ્વારા પૂજિત અક્ષત કળશ નું મુન્દ્રા નગર ના દરેક મંદિરો માં કળશ દર્શન નગરમાં કરાવવામાં આવશે અને ત્યાં નગરજનો ને કળશ દર્શન ના લાભ નો અવશર પ્રાપ્ત થશે. ત્યારબાદ નગરના દરેક ઘર ઘર અક્ષત અભિયાન સ્વયં સેવકો દ્વારા ૧ જાન્યુઆરી ૨૦૨૪ થી ૧૫ જાન્યુઆરી થી ૨૦૨૪ સુધી ચલાવવામાં આવશે અને આવી જ રીતે સમગ્ર ભારતભરમાં પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવશે.
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા તીર્થક્ષેત્ર થી અક્ષત કળશ ને ભાવપૂર્વક વધાવવા ના આ ઐતિહાસિક ક્ષણ ના સાક્ષી બનવાના શુભ અવસર પ્રસંગે મુંદરા નગરના આગેવાનશ્રીઓ કાર્યકર્તા સત્સંગ મંડળની બહેનો દ્વારા સ્વાગત પૂજા અર્ચના વધામણા કરવામાં આવ્યા હતા જેમાં વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા નગર અધ્યક્ષ નરેન્દ્ર સિંહ ઝાલા, નગર મંત્રી ભાવેશ ઠક્કર, રાષ્ટ્રીય સ્વયં સેવક સંગ મુન્દ્રા નગર કાર્યવાહ સૌમિલ ભાઈ દવે, કેસુભાઈ ,ભાવેશ રાવલ,મહાવીર જોશી ,દેવેન્દ્ર યાજ્ઞિક ,કેયૂર ગોસ્વામી,શક્તિસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- ઇમરાન અવાડીયા