સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મુંદરા ના બસ સ્ટેશન વિસ્તાર થી લઈ શિશુમંદીર સુધી ના વિસ્તાર સુધીમાં અદાણી પબ્લિક સ્કૂલ મુંદરા ના બાળકો, શિક્ષકગણ અને નગરપાલિકા ના સફાઈ કર્મીઓ દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું
આ અભિયાનનો ઉદ્દેશ્ય ‘સ્વચ્છ ભારત’ના વિઝનને હાંસલ કરવાનો છે. સ્વચ્છ ભારત અભિયાન એ ભારત સરકારનું સૌથી મહત્વપૂર્ણ સ્વચ્છતા અભિયાન છે.
માન. શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ ઈન્ડિયા ગેટ ખાતે સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી હતી અને સૌ દેશવાસીઓ આ અભિયાનમાં જોડાયા છે અને દેશમાં વિવિધ પ્રકારે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે
આમ, અદાણી પબ્લિક સ્કૂલ મુંદરા ના બાળકો, શિક્ષકગણ સાથે સ્વચ્છતા ના વિષય પર વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારી અદાણી પબ્લિક સ્કૂલ મુંદરા ના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાન જુદા જુદા સ્થળો પર અવાર નવાર ચલાવવામાં આવે છે આ૫ણા જીવનમાં સ્વચ્છતાનું ઘણુ મહત્વ રહેલુ છે.
જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, સ્વચ્છતા ત્યાં ૫વિત્રતા, સ્વચ્છતા ત્યાં દિવ્યતા, સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી વિગેરે જેવાં સુત્રો આ૫ણા જીવનમાં વણી લેવા જોઇએ.
આ૫ણા રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંઘીજીએ તો એનાથી એક ડગલું આગળ વધીને કહયુ છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા (cleanliness is next to godliness). ગાંધીજીના મતે સફાઈનો અર્થ સ-સર્વ વસ્તુનો, ફા- ફાયદાકારક, ઇ- ઈલાજ એવી સૂત્ર ભાવના હતી.
આ અભિયાન ને સફળ બનાવવા અદાણી પબ્લિક સ્કૂલ મુંદરા ના ધોરણ ૮ ના કુલે ૪૦ જેટલા બાળકો અને શિક્ષકગણ સાથે મુંદરા બારોઇ નગરપાલિકા દ્વારા સફાઇ માટે ટ્રેક્ટર અને સફાઈ કર્મચારીઓ મળી સ્વચ્છતા અભિયાન ને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા