માંડવી તા. ૦૭/૧૨
પોસ્ટ ખાતામાં ૪૧ વર્ષની લાંબી સેવા બાદ વયમર્યાદા ના કારણે નિવૃત્ત થતા માંડવી પોસ્ટ ઓફિસ ના પોસ્ટ માસ્તર દામજીભાઈ કેશવજી ડુંગરખીયાને, માંડવી નાની બચત એજન્ટ એસોસિએશન તરફથી તા. 30/11/2023 ના ભવ્યાતિભવ્ય વિદાયમાન અપાયું હતું.
માંડવીની પોસ્ટ ઓફિસમાં તા. 30/11/2023 ના સાંજે માંડવીના સબ ડિવિઝન ઇન્સ્પેક્ટર શ્રી રીઝવાનભાઈ ખોજાના પ્રમુખ પદે વિદાય – સન્માન સમારોહ યોજાયો હતો.
સામાજિક અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી, સેવા નિવૃત્ત થતા પોસ્ટ માસ્તરની 41 વર્ષની લાંબી સંતોષકારક સેવાની સરાહના કરી હતી.
માંડવી નાની બચત એજન્ટ એસોસિએશન તરફથી સેવા નિવૃત્ત થતા પોસ્ટ માસ્તરને અર્પણ થયેલા સન્માનપત્ર નું વાંચન ગુંદિયાળીના પોસ્ટ માસ્તર કરસનભાઈ ગઢવી એ કર્યું હતું.
સેવા નિવૃત્ત થતાં પોસ્ટ માસ્તર દામજીભાઈ ડુંગરખીયાનું નાની બચત એજન્ટ એસોસિએશન તરફથી શાલ ઓઢાડી, સન્માન પત્ર અર્પણ કરીને સન્માન કરવામાં એસોસિએશનના દિનેશભાઈ શાહ, એમ. જી. શાહ, જે. પી. ધોળકિયા, મુકેશભાઈ લીયા, ગિરીશભાઈ મોતા, અંકિતભાઈ શાહ, ભારતીબેન સંઘવી, લીનાબેન શાહ, નિમુબેન શાહ, ક્રિષ્નાબેન પીઠડીયા, હસુમતીબેન, ફાલ્ગુનીબેન શાહ વગેરે જોડાયા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, દામજીભાઈ ડુંગરખીયાએ 41 વર્ષ પૈકી 24 વર્ષ માંડવી પોસ્ટ ઓફિસમાં અને 17 વર્ષ નલિયા, લાયજા, ભુજ, ગોધરા, ગુંદિયાળી અને કોડાયની પોસ્ટ ઓફિસમાં સેવા આપેલ છે.
આ સમારોહમાં માંડવી પોસ્ટ ઓફિસ નો સ્ટાફ, બિદડા પોસ્ટ નો સ્ટાફ, લાયજા પોસ્ટ નો સ્ટાફ અને ગોધરા પોસ્ટ ઓફિસ ના સ્ટાફે પણ દામજીભાઈ નું સન્માન કરેલ હતું. માંડવી કોર્ટના રજીસ્ટ્રાર દેવજીભાઈ ઠોટિયા અને ટેલિફોન ખાતાના નિવૃત્ત અધિકારી બાબુભાઈ પારીયા એ પણ દામજીભાઈ નું સન્માન કર્યું હતું.
એસોસિયેશનના દિનેશ એમ. શાહ, એમ.જી.શાહ, લીનાબેન શાહ અને સુષ્માબેન શાહે પણ પોતાના પ્રવચનમાં નિવૃત્ત થતા પોસ્ટ માસ્તર દામજીભાઈના હકારાત્મક અભિગમને બિરદાવી, તેમની સેવાની સરાહના કરી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, દામજીભાઈ S. C. S. T. પોસ્ટલ એમ્પ્લોઇઝ વેલફેર એસોસિએશનના જિલ્લાના પ્રમુખ તરીકે છેલ્લા 7 વર્ષથી સેવા આપી રહ્યા છે.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુંદિયાળી પોસ્ટ ઓફિસ ના પોસ્ટ માસ્તર કરસનભાઈ ગઢવીએ કરેલ હતું. જ્યારે નાની બચત એસોસિએશનના અગ્રણી દિનેશભાઈ શાહે આભાર વિધિ કરી હતી.
આ સમારોહમાં કોડાયના પોસ્ટ માસ્તર ગોપાલભાઈ ગોરી, ગોધરાના પોસ્ટ માસ્તર મનોજભાઈ, ડુમરાના પોસ્ટ માસ્તર જીતુભાઈ, કોઠારા ના પોસ્ટ માસ્તર વડોરભાઈ, બિદડા અને લાયજા ના પોસ્ટ માસ્તર ઉપસ્થિત રહ્યા હતા.
સન્માનના પ્રત્યુતરમાં દામજીભાઈ ડુંગરખીયાએ સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રમુખ સ્થાનેથી માંડવીના સબ ડિવિઝન ઇન્સ્પેક્ટર રિઝવાનભાઈ ખોજા એ પણ દામજીભાઈ ની સેવાને બિરદાવી, દામજીભાઈ ને વિદાયમાન આપવા બદલ નાની બચત એસોસિએશનની સરાહના કરી હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા