બનાસકાંઠા ના વાવ નગરની દીકરી આજે સંયમપંથે સીધાવશે..!!
???? સુરત ના વેસુ મધ્યે પૂજય આચાર્ય ભગવંત રહોહરણ અર્પણ કરશે..!!
બનાસકાંઠાની ધન્ય નગરી વાવ નગર આમતો જૈન સમાજ માટે દીક્ષાની ખાણ તરીકે ઓળખાય છે, આ નગરીમાં કેટલાયે મુમુક્ષુઓ આ અસાર એવા સંસાર ને છોડીને સંયમ પંથે સિધાવ્યા છે ,અને આજે વધુ એક મુમુક્ષુ રત્ન સંયમ પંથે પ્રયાણ કરવા તત્પર બન્યા છે ,
મહેતા ચંપાબેન અમૃતલાલ રામચંદભાઈ પરિવારમાં પિતા જયેશભાઈની લાડલી તેમજ માતા ચંદ્રીકાબેનની કુક્ષીનું રત્ન એટલે મુમુક્ષુ સિમોનીકુમારી જેઓ બાલ્યાવયમાં જ સુસંસ્કારોનું સિંચન કરીને છેલ્લા સાત વર્ષથી ગુરુજીના સહવાસ માં રહીને સંયમના ભાવો કેળવી, માતા પિતાના કુળને ઉજ્જવળ કરવા તેમજ પોતાના આત્માનું કલ્યાણ કરવા ચારિત્રના કઠોર માર્ગે ચાલવા કટિબદ્ધ બનીને અત્યારે પોતે બી.કોમ.ગ્રેજ્યુએટ થઈને પણ ૨૭ વર્ષની ઉમરે સંસાર છોડવા તત્પર બન્યા છે ,ત્યારે આ પ્રસંગ સંદર્ભ ગઈ કાલ તા-૫/૧૨/૨૦૨૩ ના રોજ સુરત નગરે ભક્તિયોગાચાર્ય આ.ભ યશોવિજયસુરીશ્વરજી મ. સા. (આદી ઠાણા) ની નિશ્રામાં વેસુ મધ્યે ભવ્ય વર્ષીદાન યાત્રા મહોત્સવ યોજાયો હતો,
મુમુક્ષુની વર્ષીદાન યાત્રામાં વાજતે ગાજતે બગી,ઢોલ,બેન્ડ,શરણાઇ, હાથી,રાસ મંડળીઓ,નૃત્ય મંડળીઓ, બહેનોના વિવિધ મંડળો,સાજન માજન મોટી માત્રામા પધાર્યા હતા,તેમજ જીન મંદિરમાં આંગી, પુજનો,વાંદોલી, ભકિત ભાવના,બહુમાન,સંઘ જમણ,વિગેરે કાર્યક્રમ યોજાયા હતા, તેમજ આ પ્રસંગે શ્રી બેતાલીસ વિશા શ્રીમાળી જૈન મહાવીર મહિલા મંડળ પણ પધાર્યું હતું,
શ્રાવક અજિત મહેતાના જણાવ્યા અનુસાર મુમુક્ષુ ને આજ રોજ મંગલ મુર્હતે રંગમંડપમાં પૂજય આચાર્ય ભગવંત રજોહરણ અર્પણ કરશે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા