ગ્લોબલ કચ્છ કચ્છમિત્ર “સુખનું સરનામું” દ્વારા પર્યાવરણ જાગૃતિ અને પ્લાસ્ટિક મુક્ત માટે ના અભિયાન પહેલને આવકારતા બગડા ગ્રામજનો

પ્રકૃતિ ના ખોળે વસેલું મુંદરા તાલુકા નું નાનકડું ગામ એટલે બગડા નજીક જ્યાં સાક્ષાત દાદા શ્રી ફુલેશ્વર મહાદેવ બિરાજમાન છે અને નાનકડું તળાવ જ્યાં કમળના પુષ્પો થી સુંદર રમણીય દ્ર્શ્ય નિહાળી શકાય છે જેને ગોકુળીયું ગામ તરીકે ઓળખ છે ત્યાંથી ગ્લોબલ કચ્છ કચ્છમિત્ર “સુખનું સરનામું” દ્વારા બગડા ગામ ના સથવારે પર્યાવરણ જાગૃતિ અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન નું શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં બગડા ગામ ના લોકો જોડાયા હતા. અને આ કાર્યક્રમ બગડા આહીર સમાજવાડી મધ્યે યોજવામાં આવ્યું હતું.

આ અભિયાનનું શુભારંભ દીપ પ્રાગટ્ય મુખ્ય અતિથિ શ્રી વિરમભાઇ ગઢવી( કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન), શ્રી ભરતભાઈ ગોગરી(પ્રમુખ શ્રી કચ્છ યુવક સંઘ), ગ્લોબલ કચ્છ નાં શ્રી જયંતીલાલ મામણીયા, શ્રી કપિલભાઈ વ્યાસ, નારીશક્તિ નેહલબેન પંડ્યા, ગોપાલભાઈ આહીર, અન્ય ગામો ના સરપંચશ્રી ઓ માં નવલસિંહ પઢિયાર મોટા કપાયા, માંડણભાઈ રબારી લફરા – ફાચરિયા, શાંતાભાઈ આહીર બગડા, શંભુભાઈ આહીર કણજરા, ભરતભાઈ પત્રી, ભરતસિંહ જાડેજા વાંકી, શંભુભાઈ આહીર વાઘુરા, રસુલખાન પઠાણ કુન્દ્રોડી અને કારાઘોઘા ગામના શ્રી કનુભા ચુડાસમા ના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ સૌ અતિથીશ્રી ઓ નું બગડા ગામની નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક અને સંસ્થા દ્વારા સાલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગ્લોબલ કચ્છ કચ્છમિત્ર “સુખનું સરનામું” ના આ અભિયાનમાં બગડા ગ્રામજનો દ્વારા ખુબ સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો અને ગ્રામજનો એ સંકલ્પ સાથે પ્લાસ્ટિક મુક્ત પહેલ ને બિરદાવી હતી ગામમાં પ્લાસ્ટિક ની થેલી નો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે એ માટે ગ્રામજનો દ્વારા ખાતરી આપવામાં આવી હતી અને બગડા ગામના એક સાધર્મિક પરિવાર દ્વારા આ અભિયાનમાં સહભાગી બની બગડા ગામ ને પ્લાસ્ટિક મુક્ત બનાવવા કાપડ ની થેલી નું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અભિયાન ના પ્રેરક શ્રી અનિરુદ્ધભાઈ દવે (ધારાસભ્યશ્રી મુંદરા માંડવી) અને શ્રી તરુણભાઈ રાંભિયા (કારાઘોઘા) રહ્યા છે

મુખ્ય અતિથિ શ્રી વિરમભાઇ ગઢવી એ પર્યાવરણ જાગૃતતા લાવવા બગડા ગ્રામજનો ની આ પહેલ ને બિરદાવી હતી અને અપીલ કરી હતી કે પ્લાસ્ટિક ની થેલી બંધ કરી કાપડની થેલી નો ઉપયોગ કરીએ અને ગામ ને ગોકુળીયુ નંદનવન બનાવીએ જેથી ગાય માતા સ્વસ્થ રહે પ્લાસ્ટિક ના કારણે એક પણ ગાય માતા નું મૃત્યુ ન થાય અને પર્યાવરણ માટે વૃક્ષો વાવીએ અને સ્વસ્થ રહીએ ત્યારબાદ નારીશક્તિ નાં નેશનલ સ્તરે પાવર લીફ્ટિંગ માં ગોલ્ડ મેડલ મેળવેલ એવા નેહલબેન પંડ્યા એ ગ્લોબલ કચ્છ કચ્છમિત્ર ની આ પહેલ ને આવકાર આપી બગડા ગ્રામજનો ને પ્રકૃતિ નાં સંવર્ધન વિષય સાથે વિશેષ માહિતી પૂરી પાડી હતી.

ગ્લોબલ કચ્છ કચ્છમિત્ર નાં પર્યાવરણ જાગૃતતા અભિયાનમાં વાંકી ગામના સરપંચશ્રી ભરતસિંહ જાડેજા અને લફરા ફાચરિયા ગામના સરપંચશ્રી માંડણભાઈ રબારી એ વ ગામને નંદનવન બનાવવા ત્વરિત નિર્ણય લઈ સંસ્થા ને આવકાર આપો હતો સાથે રહી પર્યાવરણ માટે ઝેરી બાવળ સફાઈ જેવા કાર્યો કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી અને સંસ્થા ના કાર્યો ને બિરદાવ્યું હતું.

બગડા ગામ ના ઉત્સાહી અને પ્રકૃતિ પ્રેમી એવા માજી સરપંચ શ્રી ગોપાલભાઈ આહીર દ્વારા ગામ નંદનવન બનાવવા વિવિધ પહેલ કરવામાં આવી રહી છે સાથે સાથે ગ્રામજનો નો સાથ સહકાર પણ ખુબ જ મળી રહ્યો છે.

ગ્લોબલ કચ્છ કચ્છમિત્ર ના અભિયાન ને સફળ બનાવવા જયંતિલાલ મામણીયા, કપિલભાઈ વ્યાસ, મંજુલભાઈ ભટ્ટ, ચેતનભાઈ છેડા, ચંદ્રસિંહ પતુભા, ધિરુભા સોઢા, કનુભા ચુડાસમા, ચંદ્રેશભાઇ જોલપરા, મુકેશભાઈ શેઠિયા, શાંતાભાઈ આહીર, નારાયણભાઈ મહેશ્વરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *