અંજાર, તા.૨૫/૧૧/૨૦૨૩, ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કાયદામંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ કચ્છ ના સાંસદ વિનોદભાઈ ચાવડા અને કચ્છ ના છ ધારાસભ્યો ને પત્ર પાઠવી માંગ કરાઈ છે કે તાજેતર માં ગુજરાત સરકાર ના કાયદા વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય વકફ બોર્ડ, ગાંધીનગર માં ડાયરેક્ટરો (સભ્યો) ની નિમણુંક કરવામાં આવેલ છે. સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા પાંચ સભ્યો ગુજરાત રાજ્યના અમદાવાદ, સુરત, ગોધરા, રાજકોટ વગેરે જીલ્લાઓ માંથી નિયુક્ત કરાયેલ છે. પણ કચ્છ જીલ્લા ને પ્રતિનિધિત્વ આપવામાં આવેલ નથી. આમ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા કચ્છ જીલ્લા ને પ્રતિનિધિત્વ મળે તે માટે કચ્છ જીલ્લા માંથી એક સભ્ય ને વકફ બોર્ડ માં નિમણુંક કરવા સંસ્થા દ્વારા અપીલ કરાઈ છે.
કચ્છ જીલ્લો ખુબ વિશાળ ક્ષેત્રફળ ધરાવતો સૌથી મોટો જીલ્લો છે. કચ્છ જીલ્લામાં હાલ ૧૫૦૦ જેટલી વકફ મિલકતો (સંસ્થાઓ) નોંધાયેલ છે અને હજી પણ ઘણી બધી વકફ મિલકતો ગુજરાત રાજ્ય વકફ બોર્ડ માં નોંધાવવાની બાકી છે. જેથી કચ્છ જીલ્લામાં એક સભ્યની ઉપસ્થિતિ હોવી અતિ આવશ્યક છે. કચ્છ જીલ્લા થી ગાંધીનગર નું અંતર ૨૫૦ થી ૫૦૦ કિમી જેટલું થાય છે. જે લોકો માટે મુશ્કેલીઓ નું કારણ બની શકે છે. કચ્છ જીલ્લા માં અગાઉ સ્થાનિકે વકફ બોર્ડ ની કચેરી હતી જેનું ગાંધીનગર ખાતે સ્થાનાંતર થયેલું. ત્યાર બાદ વકફ બોર્ડ માં કચ્છ જીલ્લા ને એક પ્રતિનિધિ તરીકે સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવતી આમ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા કચ્છ જીલ્લા ને હમેશાં પ્રતિનિધિત્વ મળતું રહ્યું છે. જેથી વકફ બોર્ડ ને લગતા કચ્છ ના લોકોના તમામ પ્રશ્નો સ્થાનિકે જ હલ થઇ જતા હતાં. આમ ઉપરોક્ત તમામ બાબતો ને ધ્યાને લઇ કચ્છ જીલ્લા ને ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા એક પ્રતિનિધિ ને નિમણુંક કરવા ઈત્તિહાદુલ્લ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ સંસ્થાના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરીયા તેમજ ટ્રસ્ટીગણ હાજી જુમાભાઈ રાયમા, ઇનામુલહક ઈરાકી, સૈયદ હૈદરશા પીર, અનવરશા સૈયદ, હાજી નુરમામદભાઈ રાયમા, હબીબશા સૈયદ, સુલતાનભાઇ માંજોઠી, સાદીકભાઇ રાયમા, શાહનવાઝભાઈ શેખ, સલીમભાઈ રાયમા, મૌલાના અબુદુજાના સાહબ, મોહંમદઅલી ભીમાણી, નજીબભાઈ અબ્બાસી, નાસીરખાન પઠાણ, અ.રસુલભાઈ આગરીયા, અશરફભાઈ પાસ્તા, ઈદ્રીશભાઈ વ્હોરા રફીકભાઈ તુર્ક, હાજી અબ્દુલરઝાકભાઈ ખત્રી, ઈશાકભાઈ જત, હાજી સુલેમાનભાઈ મંધરા, હાજી નુરમામદભાઈ મંધરા, રમઝાનભાઈ રાઉમા તથા સમસ્ત સંસ્થા પરિવાર દ્વારા માંગ કરાઈ છે. એવું સંસ્થા ના પ્રવક્તા જલાલશા સૈયદ ની યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા