માંડવીના તેજસ્વી વિદ્યાર્થી ડૉ. ધીમંત વિજયભાઈ પટેલ ઓર્થોપેડિક ફુટ એન્ડ એન્કલ સર્જન બન્યા.
સરકારની મંજૂરી લઈ ડૉ. ધીમંત પટેલે 56 વર્ષના દર્દીનું પગના પંજાની ઘુંટીનું સફળ ઓપરેશન કર્યું.
માંડવીની પંજાબ નેશનલ બેંકમાં 25 વર્ષથી વધારે વર્ષ સુધી ફરજ બજાવી નિવૃત્ત થયેલા વિજયભાઈ પટેલના તેજસ્વી પુત્ર ધીમંત પટેલ ધોરણ 1 થી 10 સુધીનું શિક્ષણ માંડવી કચ્છમાં પૂર્ણ કરી, ધોરણ 11-12 ધોરાજીમા લઇ બી. જે. મેડિકલ કોલેજ અમદાવાદ માંથી એમ.બી.બી.એસ. થયા. ત્યારબાદ વડોદરા ચેન્નઈ અને લંડન માથી ફેલોશીપ કરી, ઓર્થોપેડિક ફુટ એન્ડ એન્કલ સજૅન બનીને માંડવીનું ગૌરવ વધાર્યું છે.
તાજેતરમાં ડૉ. ધીમંત વિજયભાઈ પટેલે તેમના માંડવીના મિત્ર ડૉ. જય કિર્તીભાઈ મહેતા અને સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહને માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમણે અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં 56 વષીૅય રાજસ્થાનના ભીલવાડા ના દર્દીનું પગના પંજાની ઘુંટી (એન્કલ)ના ટોટલ રીપ્લેસમેન્ટની સફળ સર્જરી (ઓપરેશન) 3 કલાકમાં કરી હતી.
આ પ્રકારની સજૅરી અમદાવાદમાં પ્રથમ વખત તેમજ ગુજરાત રાજ્યમાં બીજી વખત કરવામાં આવી છે. આ અગાઉ ભારત દેશમાં માત્ર સાત જ ટોટલ રિપ્લેસમેન્ટ થયા છે. જે વિદેશી તબીબોની હાજરીના કોન્ફરન્સમાં થયા હતા.
આપણા દેશમાં હજી આ ઈમ્પ્લાન્ટ ને માર્કેટીંગ ની મંજૂરી મળી નથી. તેથી દર્દીએ સરકાર પાસેથી મંજૂરી મેળવી દર્દીના લાયસન્સ થકી આ ઈમ્પ્લાન્ટ યુકેથી ઈમ્પોર્ટ કરવું પડે છે. આ ઈમ્પ્લાન્ટ આવતા એક થી દોઢ મહિનાનો સમય લાગી જાય છે.
પગની ઘૂંટી (એન્કલ) ને ઘસારો લાગવાના ઘણા બધા કારણો છે જેમ કે, જુનું ફેક્ચર, ઇજા, પગ વાંકા – ચુકા હોવા, સંધિવા, ગાંઠિયો વા, સાંધાનો ટીબી કે ઉંમટ અત્યાર સુધી ઘુંટીના ઘસારાનો માત્ર ઈલાજ સાંધો ફિક્સ કરી દેવાનો હતો. પણ હવે ટોટલ એન્કલ રિપ્લેસમેન્ટ આવ્યા પછી ફૂટ એન્ડ એન્કલ ક્ષેત્રમાં ક્રાંતિ આવશે એમાં શંકાને સ્થાન નથી.
ડૉ. ધીમંત પટેલ હાલમાં અમદાવાદ મા રહે છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા