થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે અને પ્રબોધિની દેવઉઠી એકાદશીના પાવન દિવસે એક શામ રળાવુ ગૌ માતા કે નામ વિશાળ ભજન સંધ્યા નો કાર્યક્રમ યોજાયો

લુવાણા કળશ ની પાવન ધન્ય ધરા નગરીમાં પવિત્ર ધરતી પર તારીખ 23/11/23 ના રોજ ગુરૂવાર ના પાવન દિવસે લુવાણા કળશ ગામની રળાવુ ગાયો માટે ભવ્ય સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને તે નિમિત્તે ભવ્ય સંતવાણી નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને વિશાળ ભજન સંધ્યા નુ આયોજન કરવામાં આવ્યું હતું આ વિશાલ ભજન સંધ્યામાં ગામના નાના-મોટા યુવાન મિત્રો વડીલો દરેક સમાજના યુવાન મિત્રો દરેક સમાજના આગેવાનો દરેક સમાજની માતા બહેનો અને આજુબાજુ ગામડા ના ગૌભક્તો અને સનાતન ધર્મ પ્રેમીઓ વિશાલ સંખ્યામાં હાજરી આપી હતી ગામની હરતી ફરતી રળાવુ ગાયો માટે વર્ષોથી નિસ્વાર્થ ભાવે સેવા કરનાર કલેશહર માતાજીના પૂજારી અને હનુમાનજીના ઉપાસક પરમ ગૌભક્ત એવા નરસી એચ દવે તથા વિષ્ણુભાઈ દવે તથા વાલજીભાઈ નાઈ તથા નેનમલ ભાઈ શાહ અને માજી સરપંચ ગેનાજી કરવડ સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ ડેરી ના મંત્રી શ્રી જી ટી પટેલ માર્ગદર્શન અને મહેનત થકી સુંદર આયોજન સફળ બનાવ્યું હતું અને આ કાર્યક્રમ તમામ ગ્રામજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગૌ પ્રેમી જનતાએ ગૌ માતા માટે મન મૂકીને દાન આપ્યું હતું અને જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આયોજક નરસી એચ દવે અને વિષ્ણુભાઈ દવે અને વાલજીભાઈ નાઈ અને સુરેશ ભાઈ મોદી અને ભગસિંહ રાજપુત ગામના આગેવાન લુવાણા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ અને દેવરાજભાઈ વાઘેલા અને ટ્રસ્ટના મંત્રી શ્રી કમલેશભાઈ પ્રજાપતિ અને ટ્રસ્ટના ઉપપ્રમુખ અનાજી વાઘેલા ટ્રસ્ટના પ્રમુખશ્રી હંસાજી તરક અને સુરેશ મોદી અને જોઈતાજી રબારી સધી માતાજીના ભુવાજી અને માજી સરપંચ શ્રી ગેનાજી કરવડ અને ડેરીના મંત્રી શ્રી જી ટી પટેલ તમામ ગ્રામજનો યુવાન મિત્રો દરેક સમાજના આગેવાનો દ્વારા આજે રાત્રે ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો અને રાજસ્થાન અને ગુજરાત તમામ નાના મોટા કલાકારો રાજસ્થાન સુપર સ્ટાર રાજુભાઈ સુથાર અને કિશન રાજપુરોહિત અને પુષ્પાબેન બારોટ આબુરોડ નરેશ ચૌધરી રાહ ચેતનસિંહ દરબાર ઉટવેલીયા સાહિત્યકાર રાજસ્થાન ના પ્રખ્યાત ડાન્સર કૈલાસ મોદી રાણીવાડા અને ડાન્સર મહાદેવ રાણા નેનાવા અને ડાન્સર મુકેશ જોશી ભીનમાલ અને સહદેવ પુરોહીત ગ્રુપ ગેળા મ્યુઝિકલ
જય ગોગા સાઉન્ડ પરેશભાઈ સુથાર અને માધવ સ્ટુડિયો રાહ બોલાવીને આ ગાયો માટે એક ભજન સંધ્યા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે આજે આ કાર્યક્રમ કરીને ગાયો માટે જે ભજન સંધ્યા કરી હતી આજે પૂરી કરી હતી અને તમામ ગ્રામજનો અને આજુબાજુ ગામડામાંથી જનતા કાર્યક્રમમાં આવી ની કાર્યક્રમનો લહાવો લીધો હતો અને આ કાર્યક્રમમાં આવીને કાર્યક્રમની શોભા વધારી હતી.

અહેવાલ :- નરસી એચ દવે લુવાણા કળશ થરાદ

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *