માંડવી તા. ૧૫/૧૧
રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા તથા ગૌરવ પુરસ્કાર વિજેતા તેમજ જાણીતા કચ્છી ગઝલકાર કવિ વ્રજગજકંધનું ભુજ મધ્ય દુઃખદ નિધન થતા કચ્છના સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ ટીચર્સ ફેડરેશનના રાજ્યના સંગઠન મંત્રી તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ તેમજ પદમશ્રી નારાયણ જોશી એ સ્વ. વ્રજલાલ જે ખત્રી (કવિ વ્રજગજકંધ)ને શ્રદ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે, સ્વ. કવિ વ્રજગજકંધ ભુજની પ્રાથમિક શાળા નં.૯માં વર્ષો સુધી આચાર્ય તરીકે પ્રસંસનીય કામગીરી કરી હતી. તેઓ ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના મંત્રી તરીકે પણ સુંદર કામગીરી કરી હતી. તેઓએ 1988 ની સાલમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવીને કચ્છ જિલ્લાનું ગૌરવ વધારેલ હતું. તેમને કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર પણ મળેલ હતો. કચ્છના કચ્છી સાહિત્યકારોને ઘડવામાં પણ તેમનો સિંહફાળો હતો. તેઓ કચ્છી ભાષા ના વૈયાકરણી હતા. મુશાયરાના કાર્યક્રમોમાં પણ કવિ વ્રજગજકંધ શ્રોતાઓના દિલ જીતી લેતા હતા. પૂજ્ય મોરારીબાપુ પણ તેમની કચ્છી કવિતાની પ્રશંસા કરતા હતા. તેમના નિધનથી કચ્છના સાહિત્ય જગતને મોટી ખોટ પડી છે.
સ્વ. કવિ વ્રજગજકંધને એવોર્ડી ફેડરેશનના સંગઠન મંત્રી દિનેશભાઈ શાહ (માંડવી),પદમશ્રી નારાયણ જોશી (નખત્રાણા),જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ રશ્મિભાઈ,વર્તમાન પ્રમુખશ્રી નયનસિંહ જાડેજા, રાજ્ય પ્રા. શિક્ષક સંઘના ઉપ-પ્રમુખ હરિસિંહ જાડેજા, ફેડરેશનના અગ્રણી માનસિંઘભાઈ ચૌધરી, લોકસાહિત્યકાર ડો. દિનેશભાઈ જોશી વગેરે સ્વ. કવિ વ્રજગજકંધને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા