પ્રતીજ્ઞાપત્ર ભરીને ફટાકડા ન ફોડનારા માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચે ગચ્છના બાળકોનું દિવાળીના દિવસે જાહેર અભિવાદન કરાયું.
જૈન જાગૃતિ સેન્ટર અને જય જિનેન્દ્ર ભક્તિમંડળનું સંયુક્ત આયોજન.
માંડવી તા. ૧૫/૧૧
માંડવીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જૈન જાગૃતિ સેન્ટર અને જય જિનેન્દ્ર ભક્તિ મંડળના સંયુક્ત ઉપક્રમે, તા. 10/11 થી તા. 12/11, ધનતેરસ – કાળી ચૌદસ અને દિવાળી એમ સતત ત્રણ દિવસ માંડવી શહેરના અલગ અલગ રૂટ પર ફટાકડા બહિષ્કારની પ્રભાતફેરી નીકળી હતી.
દિવાળીના દિવસે રવિવારે છ કોટી જૈન ધર્મસ્થાનક પાસેથી માંડવીની જન કલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ વાડીલાલ સંઘવીએ પ્રભાતફેરીને સ્ટાર્ટ આપેલ હતો. આ પહેલા છ કોટી જૈન સંઘના પરમ પૂજ્ય પ્રભાવતીબાઇ મહાસતીએ માંગલિક શ્રવણ કરાવેલ હતું. આ પ્રસંગે બંને સંસ્થાના અગ્રણીઓ તથા જૈન સમાજના અગ્રણીઓ સર્વશ્રી નીતિનભાઈ ગાંધી, રાજુભાઈ એચ. શાહ, વાડીલાલભાઈ દોશી, દિનેશભાઈ શાહ, પુનિતભાઈ ભાછા(શાહ), જયેશભાઈ જી. શાહ, કિરણભાઈ સંઘવી, ચંદ્રેશભાઇ શાહ, પ્રવીણભાઈ સંઘવી, જુગલભાઈ સંઘવી, ભરતભાઈ શાહ, મહેશભાઈ લાકડાવાલા, પ્રશાંતભાઈ પટવા વગેરે સહિત બહોળી સંખ્યામાં જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
છ કોટી ધર્મસ્થાનક પાસેથી પ્રભાત ફેરી સ્ટાર્ટ થઈ, મહાવીર સ્વામી દહેરાસર, કંસારા બજાર, ડોક્ટર સ્ટ્રીટ, સાગરવાડી, નવાપુરા થઈ ગાયત્રી કોમ્પલેક્ષમાં પહોંચી હતી. માર્ગમાં જુદા જુદા 20 જેટલા દાતાઓએ પ્રભાવના કરીને બાળકોને પ્રોત્સાહિત કરેલ હોવાનું જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
પ્રભાતફેરી બાદ ગાયત્રી કોમ્પલેક્ષમાં જુદા જુદા 28 જેટલા દાતાઓ તરફથી પ્રભાત ફેરીમાં જોડાયેલા તમામ બાળકોને ઠંડીથી રક્ષણ મેળવવા કમ્બલ અને પીપરમેન્ટ – ચોકલેટની કીટ ભેટ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. બાદમાં જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી
તરફથી સૌને નવકારશી (સવારનો નાસ્તો) કરાવાયો હોવાનું જૈન જાગૃતિ સેન્ટરના પ્રમુખ નીતિનભાઈ ગાંધી અને મંત્રી રાજુભાઈ એચ. શાહ તેમજ જયi જિનેન્દ્ર ભક્તિ મંડળના પ્રવીણભાઈ સંઘવીએ જણાવ્યું હોવાનું દિનેશ એમ. શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા