કારાઘોઘા ગામની શાળાના બાળકો સાથે ગ્લોબલ કચ્છ કચ્છમિત્ર “સુખનું સરનામું”ના સથવારે
મુંદરા તાલુકા ના ગામ કારાઘોઘા માં શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાન રેલી શેઠ શ્રી નરશીદાસ ચાપશી એજ્યુકેશન ટ્રસ્ટ પ્રાથમિક શાળા, સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અને ગ્લોબલ કચ્છ કચ્છમિત્ર “સુખનું સરનામું”ના સથવારે ગામમાં સ્વચ્છતા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવેલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી બાબુભાઈ વણકર અને શિક્ષિકાઓ તથા માધ્યમિક શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ મકવાણા ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ બાળકોમાંથી મહાત્મા ગાંધીજી અને બાલિકાઓમાં ભારત માતા બનીને રેલીનો મુખ્ય આકર્ષણ હતા સાથે નાના બાળકો દ્વારા સમગ્ર રેલીમાં ઢોલ નગારા વગાડતા તથા સ્વચ્છતાના સુવિચારો સાથે રેલી એ ખૂબ જ આકર્ષણ જણાવ્યું હતું આ રેલીમાં ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર અને સુખનું સરનામું ના શ્રી જયંતીભાઈ મામણીયા ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા પ્રચારક શ્રી કપિલભાઈ વ્યાસ ગામના સરપંચ વતીથી શ્રી મેઘજીભાઈ રબારી શાળા સમિતિના શ્રી ઉમેદભાઈ ગુસાઈ શ્રી સંદીપભાઈ શેઠીયા શ્રી ભવનજીભાઈ સાવલા શ્રી દિનેશભાઈ શેઠીયા શ્રી યોગીરાજસિંહ ચુડાસમા શ્રી તખુભા શ્રી અરજણભાઈ મહેશ્વરી શ્રી રમેશભાઈ મહેશ્વરી શ્રી અરજણ ખેતશિ મહેશ્વરી શ્રી ધનજીભાઈ કેરાઈ શ્રી હીરાભાઈ પટેલ શ્રી અંસારભાઈ ખલીફા શ્રી રાયણ વાળા મહારાજ શ્રી હેમુભા ચુડાસમા શ્રી દીપસઞજી ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા કારા ગોગા માં સ્વચ્છતા અભિયાન હેઠળ ગ્લોબલ કચ્છ મિત્ર સુખનું સરનામું તથા શ્રી તરુણભાઈ રાંભિયા ના ઉદાર સહયોગથી ઝેરી બાવળ સફાઈનું કાર્ય માનવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ના કર કમલ થી શરૂ થયેલ તે 30 દિવસ સફાઈ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું સાથે ગામના દ્વારે ગામવાસીઓ તથા યાત્રિકો માટે બેસવા બાકડા તથા ઓટલાનું પણ નૂતનનીકરણ કરવામાં આવ્યું જાણે કારાગોગા સ્વચ્છતા સાથે નંદનવન બની રહ્યું છે સાથે આખા ગામની સફાઈ માટે શ્રી કાંતિભાઈ પ્રેમજી ભીમસી નાગડા પરિવારના ઉદાર સંહયોગથી મહિનામાં બે વખત તેમજ એક વર્ષ સુધી આ સત્કાર્યનો યજ્ઞ શરૂ રહેશે દિવાળીના મહાન તહેવારોના આગમને ગામના દ્વાર પણ દાતાશ્રી માતૃશ્રી લક્ષ્મીબાઈ કુંવરજી નથુ શેઠિયા પરિવારના સહયોગથી સુશોભિકરણ થઈ રહ્યું છે આ સજાવટથી ગામ શોભી રહ્યું છે આ અવસર એ રેલીનો શુભારંભ કરાવતા શ્રી જયંતીભાઈ મામણીયા શ્રી કપિલ ભાઈ વ્યાસે પર્યાવરણ જાળવણી તથા પાણી માટે સાથે મળીને કામ કરવાની હાકલ કરી હતી શાળાના આચાર્યએ તમામ સાથ સહકાર આપવાની વાત કરી હતી બંને શાળાના 190 જેટલા બાળકો તથા ગામવાસીઓ રેલીમાં જોડાયા હતા બાળકો દ્વારા સુંદર સુવિચાર તથા વેશભૂષા અને ઢોલ નગારા ના તાલ સાથેની રેલીયે મહોત્સવનું આકર્ષણ જમાવ્યુ હતું આ અભિયાનમાં શ્રી કારાઘોઘા મહાજન સમસ્ત કારાઘોઘા ગામવાસીઓ શ્રી કારાઘોઘા બોચા જૂથ ગ્રામ પંચાયત જોડાયા હતા શ્રી તરુણભાઈ રાંભિયા તરફથી બાળકો તથા મહેમાનો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવેલ આ સમગ્ર આયોજનમાં શ્રી તરુણભાઈ રાંભીયા શ્રી મુકેશભાઈ શેઠીયા શ્રી ધીરુભા સોઢા શ્રી કનુભા ચુડાસમા શ્રી ચંદ્રેશભાઇ જોલાપરા શ્રી રમેશ મહારાજ નું વિશેષ સાફ-સહકાર મળેલ તેમજ બંને શાળાના આચાર્ય શિક્ષકો શિક્ષિકા બહેનો એ ખૂબ જ મહેનત સાથે રેલીને સફળ બનાવી હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા