માંડવીના સમસ્ત જૈન સમાજનું ગૌરવ વધારતા ભૂમિકા જૈમીન દોશી.

માંડવીના સમસ્ત જૈન સમાજમાં મહિલાઓમાં સૌપ્રથમ પી.એચ.ડી.ની ડિગ્રી મેળવવામાં ભાગ્યશાળી બન્યા.
કચ્છની કંપનીઓની સામાજિક કાર્યોની પ્રર્યાપ્તા અને એની અસરકારકતા વિષય ઉપર ભૂમિકા દોશી પી.એચ.ડી.થયા.

માંડવી તા. ૦૭/૧૧
માંડવીના પૂર્વ નગરપતિ અને જૈન અગ્રણી રસિકભાઈ દોશીની પુત્રવધુ શ્રીમતી ભૂમિકા જૈમીન દોશીએ કચ્છની કંપનીઓની સામાજિક કાર્યોની પ્રર્યાપ્તા અને એની અસરકારકતા વિષય ઉપર પી.એચ.ડી.ની ડીગ્રી મેળવીને માંડવીના સમસ્ત જૈન સમાજનું ગૌરવ વધારેલ છે. માંડવીના સમસ્ત જૈન સમાજની મહિલાઓમાં સૌપ્રથમ પી.એચ.ડી.ની ડીગ્રી મેળવવામાં ભૂમિકા દોશી ભાગ્યશાળી બન્યા છે.
ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા માંડવીના શ્રીમતી ભૂમિકા જૈમીન દોશીને તેમના શોધ નિબંધ (થિપીસ) “A STUDY ON ADEQUACY AND EFFECTIVENESS OF C.S.R. ACTIVITIES OF SELECTED COMPANIES OF KUTCH DISTRICT” ( કચ્છની કંપનીઓની સામાજિક કાર્યોની પ્રર્યાપ્તા અને એની અસરકારકતા) વિષય ઉપર એમના ગાઈડ અને માંડવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. મહેશકુમાર બારડના માર્ગદર્શન હેઠળ 400 થી વધારે પેઇઝનો શોધ નિબંધ રિસર્ચ કરીને તૈયાર કરી કચ્છ યુનિવર્સિટીમાં રજૂ કરતા તજજ્ઞો દ્વારા તપાસણી કરી મૌખિક ઇન્ટરવ્યૂ બાદ મંજૂર કરવામાં આવતા શ્રીમતી ડો. ભૂમિકા જૈમીન દોશીને પી.એચ.ડી. ની પદવી આપવામાં આવી હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને માંડવીના જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
ડો. ભૂમિકા જૈમીન દોશીના રિસર્ચ પેપર અગાઉ રવિન્દ્ર ભારતી યુનિવર્સિટી તેમજ એસીયાટીક લાઇબ્રેરી – મુંબઈ જેવા નેશનલ સામાયિકોમાં તેમજ INTERNATIONAL JOURNAL OF INNOVATIVE SCIENCE AND RESEARCH TECHNOLOGY જેવા ઇન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત થયા હતા. ડો. ભૂમિકા દોશી એ હેરિટેજ કલ્ચરની જાળવણી દ્વારા તેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવા કચ્છના વોટર રિસોર્સીસની જાળવણી અને ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા તેમજ વેસ્ટ રિસાયક્લિંગ મેનેજમેન્ટ અને વુમન એમપાવરમેન્ટ પર ભાર મૂક્યો હતો.
ડો. ભૂમિકા દોશી એ M. COM. ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ કચ્છ યુનિવર્સિટીમાં પાસ કરી અને ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET) સારા ગુણોથી (અંકો થી) પાસ કરી હાલમાં માંડવીની કોલેજમાં ખંડ સમય ના વ્યાખ્યાતા તરીકે સેવા આપે છે.
ડો. કાશ્મીરાબેન મહેતા (હેડ ઓફ ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ કચ્છ યુનિવર્સિટી) તેમજ સમગ્ર વી. બી. સી. સમાજમાં પી.એચ.ડી. ની ડિગ્રી મેળવનાર મહિલા છે. દોશી પરિવારના મોભી જૈન સમાજ રત્ન તથા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, માંડવીના પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે, ડૉ. ભૂમિકા દોશીની સિદ્ધિ બદલ ગૌરવની લાગણી અનુભવી, ડૉ. ભૂમિકા જૈમીન દોશી ને અભિનંદન પાઠવ્યા હતા. ડો. ભૂમિકા દોશીને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *