જૈનાચાર્ય અનંતયશ સુરીશ્વરજી મ.સા.
મનફરામાં ત્રણ ત્રણ જૈનચાર્યોની નિશ્રામાં ધાર્મિક અનુષ્ઠાનો થઈ રહ્યા છે.
માંડવી તા. ૦૭/૧૧
ભચાઉ તાલુકાના મનફરા ગામે જૈનાચાર્ય સમતામૂર્તિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય મુક્તિચંદ્રસુરીશ્વરજી મ.સા., જૈનાચાર્ય જ્ઞાનમૂર્તિ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય મુનીચંદ્રસૂરીશ્વરજી મ. સા. અને જૈનાચાર્ય શાંતમૂર્તિ આચાર્ય ભગવંત શ્રીમદ અનંતયશ સુરીશ્વરજી મ.સા. આદિ વિશાળ શ્રમણ શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં મનફરા શાંતિનિકેતન વિશા ઓસવાળ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના ઉપક્રમે વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાઇ રહ્યા છે.
જૈનાચાર્ય પરમ પૂજ્ય અનંતયશ સુરીશ્વરજી મહારાજ સાહેબે ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે, રોગ અને દ્વેશ દૂર કરવાથી જીવનમાં શાંતિ મળશે. આત્માએ માલિક છે જ્યારે શરીર ભાડુતી છે. જન્મ, ઘડપણ, રોગ અને મૃત્યુ એ દુઃખની નિશાની છે. અત્યારે જાગવાનો સમય છે. સૂવાનો સમય નથી. આ પ્રસંગે અનંતસિદ્ધ વિજયજી મહારાજ સાહેબે પણ જીનવાણીનુ શ્રવણ કરાવેલ હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા