માંડવી તા. ગુજરાત રાજય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ તરફથી, કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિના પ્રમુખ તેમજ વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઈ સચદેને ”જીવન ગૌરવ’’ એવોર્ડ એનાયત કરવામાં આવતાં, કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, સાહિત્ય સભા તથા કચ્છી સાહિત્ય મંડળના સંયુકત ઉપક્રમે શ્રી શંકરભાઈ સચદેનું સન્માન કરી ’પ્રબંધન પારિજાત’ એવોર્ડ એનાયત કરવા માટેનો સમારોહ તા.૫ નવે.રવિવારના સવારે ૧૧-૦૦ વાગ્યે શ્રી પ્રેમજીભાઈ બી. ઠકકર સ્મૃતિ રાષ્ટ્રભાષાહિન્દી ભવન મધ્યે યોજવામાં આવ્યોછે મૂર્ધન્યસાહિત્યકારશ્રી જયંતિભાઈ જોષીના પ્રમુખપદે યોજાનાર સમારોહમાં કચ્છ રાજપુત સમાજના પૂર્વ પ્રમુખ શ્રી જોરૂભા રાઠોડ અતિથિવિશેષ તરીકે હાજરી આપશે.આ કાર્યક્રમમાં કચ્છની જુદી જુદી સંસ્થાઓ તરફથી તથા જુદા જુદા મહાનુભાવો તરફથી શ્રી શંકરભાઈ સચદેની અવિરતતથા નિષ્ઠાપૂર્વકની સેવાઓનું બહુમાન કરવામાં આવશે. સહુને સમયસર હાજરી આપવા શ્રી પધ્મકાન્તભાઈ રાવલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા