માનવતા નું સતકાર્ય એટલે અંત્યોદય નું જીવન નિર્માણ અને નિર્વાહ ન કાર્ય એ જ પ્રભુ સેવા
સરહદી કચ્છ જીલ્લા ના રણ કાંધી વિસ્તારમાં છેવાડા ના માનવીનું દુષ્કર જીવનને સામાજીક પ્રવાહ માં જોડી અને ખુશહાલ પારિવારિક નિર્માણ કરવાનું પુણ્યરૂપ અને વંદનીય કાર્ય એટલે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અનેક વર્ષોના પ્રયાસો અને મહેનત લગાવ નું શ્રેષ્ઠ ઉદાહરણનું દૃષ્ટાંતની અનુભૂતિ થઇ રહી છે. રણમાં મીઠી વીરડી સમાન વંદનીય કાર્ય એટલે એ પરિવારોના ચહેરા ઉપર છલાકાતો આનંદ એ જ કાર્ય ની સફળતા નો શ્રોત,
કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ આદરણીય શ્રી દેવજીભાઈ વરચંદ ના માર્ગદર્શન હેઠળ અને શ્રી શાંતિભાઈ ઠક્કરના સંપૂર્ણ સાથ સહકાર થી છેવાડાના ગામો (૧) માધવનગર (૨) સરાળો (૩) ગોરેવલી (૪) ભીટારા (૫) લુણા (૬) હાજીપીર (૭) ભીરંડીયારો વાઢાવાસ – ૧ (૮) ભીરંડીયારો વાઢાવાસ – ૨ (૯) મીસરીયારો – ટોટલ નવ ગામો માં દિવાળી જેવા પાવન તહેવાર ના આનંદ ઉત્સાહ માં ૨૫૦ પરિવારોમાં અંદાજીત ૧૧૦૦ લોકો ને મીઠાઈ, ટીલના વાસણ અને રેડીમેડ કપડાઓનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં શ્રી દેવજીભાઈ વરચંદ (કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખશ્રીના) કરકમલ ધ્વારા શુભારંભ થયુ સાથે શ્રી શાંતિભાઈ ઠકકર (વિદ્યાભારતી લોક શિક્ષણ પ્રમુખ કચ્છ જીલ્લા) શ્રી વિનોદભાઈ વરસાણી તાલુકા પંચાયત પ્રમુખ ભુજ, શ્રી ભીમજીભાઈ જોધાણી – તાલુકા પ્રમુખ ભાજપ ભુજ, શ્રી દિનેશ શેઠિયા કારાઘોઘા ડોંબીવલી સોશિયલ ગ્રુપ, શ્રી કિશોરભાઈ જોલાપરા કારાઘોઘા મુંદરા, શ્રી સુરેશભાઈ રબારી બોચા (મુંદરા) શ્રી પ્રતિપાલસિંહ સોઢા – કારાઘોઘા, શ્રી કનુભા હોથીજી કારાઘોઘા, શ્રી ઝુબીન શેઠિયા – કારાઘોઘા ડોંબીવલી ના સહકાર અને ઉપસ્થિત સાથે ખુબ જ પ્રેરણ રૂપ પારિવારિક ભાવ સાથે અનુમોદનીય કાર્ય થયુ. છેવાડા ના વિસ્તારો માં રહીને રખોપું કરતા અને વિકટ પરિસ્થિતીમાં પણ સંતોષ છલકાતુ જીવન જીવવાની અનુભૂતિ ખરેખર હૃદય સ્પર્શી હતી.
કાર્યક્રમ ની વિશેષ ઉપલબ્ધી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ની મન કી બાત ના કાર્યક્રમ નું છેવાડાના વિસ્તાર માધવનગર ગામે કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રીમાન શ્રી દેવજીભાઈ વરચંદ અને મહેમાનો તથા ગામના તમામ રહેવાસીઓ સહ પરિવાર ઉપસ્થિત રહી મન થી કાર્યક્રમ સાંભળ્યું.
આ સતકાર્ય માટે સોશીયલ ગ્રુપ ડોબીવલી, એસ.કે.ચેરીટેબલ ટ્રસ્ટ – ડોમ્બીવલી, શ્રી રામ રોટી કેન્દ્ર કારાઘોઘા, કચ્છ યુવક સંધ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, કચ્છ જીલ્લા ભાજપ ના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું.
આ માનવતા ના યજ્ઞમાં ૧૧૦૦ લોકો (૨૫૦ પરિવારો) માં માટે નવા રેડીમેડ કપડા છોકરાઓ થી વડીલો સુધી ના લોકો ને વિતરણ કરવામાં આવ્યું જેનો સહયોગ શ્રી નીતિનભાઈ શેઠીયા – લાખાપરના માધ્યમથી મળ્યું તથા ૨૫૦ પરિવારો માટે સ્ટીલના વાસણો શ્રી ભરતભાઈ ગાંગજી ગોગરી છસરા કચ્છ યુવક સંઘ પ્રમુખ નો ઉદાર સહયોગ ૨૫૦ પરિવારો ને મીઠાઈ માતૃશ્રી ઝવેરબાઈ ભાણજી ગાલા ગામ : વડાલા હસ્તે શ્રી દિપકભાઈ ગાલા નો ઉદાર સહયોગ તથા શ્રી તરૂણભાઈ રાંભીયા નો વિશેષ સહયોગ મળ્યો.
સવારના ૧૦ વાગ્યે થી શરૂ થયું આ કાર્ય રાત્રે ૧૦ વાગ્યા સુધી અવિરત રહ્યું. આ ઊમદા કાર્ય માં સહયોગ આપનાર અને સર્વે કાર્યકરો તથા તમામ ગામો ના લોકો નો આભાર. –
વિશેષ સાથ સહકાર શ્રી ધીરુભા સોઢા શ્રી કનુભા ચુડાસમા શ્રી ચંદ્રેસ જોલાપરા, મુકેશ શેઠિયા (કારાઘોઘા) નો મળેલ.
અહેવાલ :- ઇમરાન અવાડીયા