મુંદરા રાયફલ એકેડમી ખાતે આગાખાન સ્કૂલ દ્વારા સ્કૂલના NCC નાં બાળકો ને વેપન વિશે નું માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો અને આ સેમિનાર પૂર્વે મુંદરા રાયફલ એકેડમી ના ઓનર જીજ્ઞા રાવલ ને આગાખાન સ્કૂલ દ્વારા સ્કૂલ માં આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે જીજ્ઞા રાવલ દ્વારા સ્કૂલ પરિસરમાં બાળકોને એર પિસ્તોલ અને એર રાયફલ વિશે ની પ્રાથમિક માહિતી પૂરી પાડવામાં આવી હતી.
સ્કૂલ દ્વારા બાળકો માં જાગૃતતા લાવવા બાળકો ને પ્રેક્ટિકલ ટ્રેનિંગ મળી રહે અને વેપન વિશે ની સમગ્ર માહિતી મળી રહે તે માટે મુંદરા રાયફલ એકેડમી મધ્યે એર પિસ્તોલ અને એર રાયફલ ની બાળકોને લાઈવ ફાયરિંગ ટ્રેનિંગ આપવામાં આવી હતી.
આગાખાન સ્કૂલ ના કુલે 40 જેટલા બાળકો એ મુંદરા રાયફલ એકેડમી ની મુલાકાત લઈ એકેડમી ના કોચ રજાકભાઈ મેમણ અને ખીમશ્રીબેન ગઢવી દ્વારા બાળકોને લાઈવ ફાયરિંગ ની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. જેના કારણે કેટલાક બાળકો ને સ્પોર્ટ્સ ના ક્ષેત્રમાં એક અલગ વિષય મળી ગયો હોય તે માટે બાળકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને બાળકો એ કહ્યું હતું કે અત્યાર સુધી મુંદરા માં એવી કોઈ એકેડમી ન હતી જ્યાં અમે ટ્રેનિંગ મેળવી શકીએ પરંતુ હવે બાળકો ને ટ્રેનિંગ માટે મુંદરા બહાર નહિ જવું પડે અને બાળકો ને મુંદરા માં ટ્રેનિંગ મેળવી શકશે તેની ખુશી હતી.
મુંદરા રાયફલ એકેડમી ના ઓનર અને કોચ તરીકે ની તેમની ભૂમિકા હમેશાં રહી છે તેવા જીજ્ઞા રાવલે બાળકો ને એર પિસ્તોલ અને એર રાયફલ વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે એર પિસ્તોલ અને એર રાઇફલ ચલાવવા ફાયર આર્મ્સ જેવું કોઈ લાઇસન્સ મેળવવાની જરૂર પડતી નથી. આ રાઇફલ પ્રાણઘાતક નથી પણ લાપરવાહી નિર્દોષને ઈજાગ્રસ્ત કરી શકે છે માટે તેનો ઉપયોગ જવાબદારીપૂર્વ કરવો જરૂરી છે.
કોઈ પણ શૂટર ઘરે પ્રેક્ટિસ કરી શકે છે પરંતુ શૂટર એકેડમીમાં પ્રેક્ટિસ કરે તે વધુ સલામત છે. એકેડમી અને ક્લબમાં અનુકૂળ અને સલામત વાતાવરણ મળે છે જે લક્ષ્યને ભેદવામાં વધુ સાથ આપે છે.
કોઈ પણ રમતમાં નિપુણતા હાંસલ કરવા તાલીમ અને માર્ગદર્શનની જરૂર પડે છે. આ રમતમાં કરિયર બનાવવા ઇચ્છનાર એકેડમી સાથે જોડાઈ આગળ વધી શકે છે. કોચ અચૂક નિશાન અને લક્ષય તરફની એકાગ્રતા જેવી તાલીમ પુરી પાડે છે અને આ બાબતે આગાખાન સ્કૂલ મુંદરા અને બાળકોનો સાથ સહકાર ખુબ જ સરસ મળ્યો હતો અને બાળકો માં સ્કીલ ડેવલપમેન્ટ માટે સ્કૂલ દ્વારા મુંદરા રાયફલ એકેડમી ને તક પૂરી પાડી તે માટે સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકગણ અને સ્કૂલ મેનેજમેન્ટ નો આભાર વ્યક્ત કરું છું એવું જીજ્ઞા રાવલે જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા