પેપ સ્મીયર ટેસ્ટ અને સોનોગ્રાફી તેમજ સ્તનની મેમોગ્રાફી પણ નિ:શુલ્ક કરી અપાઈ જ્યારે દવા 50% રાહત ભાવે અપાઇ.
માંડવી તા. ૦૧/૧૧
માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદિપક કામગીરી કરતી સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર – માંડવી તથા જવેરબેન લખમશી હરદાસ વાડીયા (શીરવા-માંડવી)ના સૌજન્યથી માંડવીમા તાજેતરમાં જનકલ્યાણ મેડિકલ સોસાયટી (માંડવી – ભુજ હાઇવે) મધ્યે સ્ત્રીઓ માટે યોજાયેલા નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો.
સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી પ્રમુખ સ્થાનેથી દીપ પ્રગટાવીને નિ:શુલ્ક મેડિકલ કેમ્પને ખુલ્લો મુક્યો હતો. જ્યારે સંસ્થાના મંત્રી અરવિંદભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં દાતા પરિવાર, લાભાર્થી બહેનો અને સૌને આવકારી કેમ્પની વિગતે માહિતી આપી હતી.
આ નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં બહેનોને પેપ સ્મીયર ટેસ્ટ તથા સોનોગ્રાફી તેમજ સ્તનની મેમોગ્રાફી પણ નિ:શુલ્ક કરી અપાઇ હતી. જ્યારે દવા 50 ટકા રાહત ભાવે અપાઇ હતી. આ કેમ્પનો માંડવી તેમજ આજુબાજુના ગામોના કુલ 43 બહેનોએ લાભ લીધો હતો. જેમાં 15 બહેનોને પેપ સ્મિયર ટેસ્ટ, 10 બહેનોને સોનોગ્રાફી અને 3 બહેનોને સ્તનની મેમોગ્રાફી નિ:શુલ્ક કરી આપવામાં આવી હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ કેમ્પમાં સેવા આપનાર પ્રખ્યાત ગાયનેક સજૅન ડો. ચાર્મીબેન પવાણી એ જણાવ્યું હતું કે, બહેનો એ નિદાન માટે ગભરાવાની જરૂર નથી. વહેલા નિદાન થી જીવતદાન મળી શકે છે. તેમણે નિદાનાત્મક કાર્ય કરેલ હતું.
આ પ્રસંગે દાતા પરીવાર ના રિંકલબેન શ્યામભાઇ અને ધર્મિષ્ઠાબેન કિશોરભાઈ નું સંસ્થાએ શાલ ઓઢાડી ને સન્માન કરેલ હતું. દાતા પરીવાર ના આ બંને બહેનો એ પણ પ્રાસંગિક પ્રવચનમાં બહેનોને નિદાન માટે આગળ આવવા જણાવ્યું હતું.
સંસ્થાના માનદસભ્ય અને માંડવી ના પુર્વ નગર અધ્યક્ષા સુજાતાબેન પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, મે સમયસર નિદાન કરાવી, સારવાર લીધી તેથી જ હું આજે કેન્સર મુક્ત બની છું. તેમણે પણ બહેનોને વહેલા નિદાન માટે અનુરોધ કરેલ હતો.
આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં સંસ્થાના ડો. ભાવિન રાઠોડ, ડો. જયેશ મકવાણા, ડો. શ્યામ ત્રિવેદી, ડો. હેમા રાઠોડ અને ડો. જીનલ આથા ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સંસ્થાના સહમંત્રી મહેશભાઈ કંસારાએ કરેલ હતું. જયારે ખજાનચી નિશાંતભાઈ શાહે આભાર દર્શન કરેલ હતું.
આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઇ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, પ્રવક્તા દિનેશભાઈ શાહ, ટ્રસ્ટી અશ્વિનભાઈ શાહ, માનદસભ્ય સુજાતાબેન ભાયાણી, સંસ્થાના સલાહકાર અને નિવૃત્ત સનદી અધિકારી વી. કે. સોલંકી, હોસ્પિટલના એડમીન હિતેશભાઈ ભટ્ટ તેમજ હોસ્પિટલનો સ્ટાફ સહયોગી રહ્યો હતો.
અહેવાલ :- ઇમરાન અવાડિયા, માંડવી કચ્છ