માંડવી શહેરની ગોકલદાસ બાંભડાઈ પ્રાથમિક ગ્રુપ શાળાના શિક્ષિકા હંસાબેન નાથબાવા 39 વર્ષની શિક્ષણ સેવા આપી વયનિવૃત્ત થતા કર્મનિષ્ઠ શિક્ષિકા નો ભવ્યાતિભવ્ય વિદાય સમારંભ યોજાયો.

માંડવી તા. ૦૧/૧૧
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની ગોકલદાસ બાંભડાઈ પ્રાથમિક ગ્રુપ શાળાના શિક્ષિકા હંસાબેન નાથબાવા 39 વર્ષની શિક્ષણ સેવા આપી, વયમર્યાદા ના કારણે નિવૃત્ત થતા કર્મનિષ્ઠ શિક્ષિકા નો ભવ્યાતિભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો.


તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કમલેશભાઈ ખટારીયા ના પ્રમુખ સ્થાને યોજાયેલા આ સમારંભમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહ, તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, બી.આર.સી કો-ઓર્ડીનેટર મેહુલભાઈ શાહ, સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રીમતી ખુશ્બુબેન બાવરીયા તથા એસ.એમ.સી ના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નગર સેવક બાલુભાઈ સીજુ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.


શાળાના સંગીત શિક્ષક શૈલેષભાઈ ગોસ્વામીની ભાવવાહી પ્રાર્થના બાદ, મંચસ્થ મહાનુભાવો એ દીપ પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.


શાળાના આચાર્ય અને જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રીમતી મૌસમીબેન જોશીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જણાવ્યું હતું કે, આ શાળામાં નિવૃત્ત થતા શિક્ષિકા હંસાબેન નાથબાવાએ આ શાળામાં કુલ 24 વર્ષ અને શિક્ષણ ખાતામાં કુલ 39 વર્ષ સુધી કર્મનિષ્ઠ શિક્ષિકા તરીકે પ્રશંશનીય કાર્ય કરેલ છે.


શાળાના સ્ટાફ, પેટાશાળાઓ હરિરામ નથુભાઈ પ્રા. શાળા, ન્યુ મારવાડા વાસ પ્રા. શાળા, ભુતનાથ પ્રા. શાળા, વાલ્મિકી પ્રા. શાળા અને સ્વામિનારાયણ ભીમાણવાડી શાળાનો સ્ટાફ, દિનેશભાઈ શાહ, નરેન્દ્રસિંહ જાડેજા, મેહુલભાઈ શાહ, ખુશ્બુબેન બાવરીયા, કૌશિકભાઈ ગોકુલ ગાંધી અને બાલુભાઇ સીજુ વગેરે એ વિદાય લેતા હંસાબેન નાથબાવાનું સન્માન કર્યું હતું.


હંસાબેન નાથબાવાને અર્પણ કરાયેલા સન્માન પત્ર નું વાંચન શાળાના શિક્ષક મિલાપભાઈ હર્ષે કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક મનસુખભાઈ વાણીયા એ કરેલ હતું. જ્યારે શિક્ષિકા ભારતીબેન ત્રિવેદીએ આભાર દર્શન કરેલ હતું.


આ પ્રસંગે સમારોહ અધ્યક્ષ કમલેશભાઈ ખટારીયા, અતિથિ વિશેષશ્રીઓ દિનેશભાઈ શાહ, નરેન્દ્ર સિંહ જાડેજા, મેહુલભાઈ શાહ, ખુશ્બુબેન બાવરીયા, કૌશિકભાઈ ગોકુલ ગાંધી, વિશાલભાઈ ઉદાશી વગેરેએ પ્રાસંગિક પ્રવચનમાં હંસાબેન નાથબાવાની સેવાને બીરદાવી હતી.


વિદાય લેતા હંસાબેન નાથબાવા એ સન્માન બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

કાર્યક્રમ બાદ સ્વરૂચી ભોજનને ન્યાય આપી સૌ ખુશનુમાં વાતાવરણમાં છૂટા પડ્યા હતા. સમારોહમાં હંસાબેન નાથબાવાનો પરિવાર પણ ઉપસ્થિત હતો.


કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યા મૌસમીબેન જોશી, મનસુખભાઈ વાણીયા, મિલાપભાઈ હર્ષ, કંચનબેન વાસાણી, ભારતીબેન ત્રિવેદી, લતાબેન પરમાર, કલ્પનાબેન પટેલ, શૈલેષભાઈ ગોસ્વામી અને માયાબા જાડેજા વગેરે શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ :- ઇમરાન અવાડીયા, માંડવી કચ્છ

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *