મુંદરા તાલુકા ના મોટા કપાયા ગામે ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા અને કચ્છ યુવક સંઘ દ્વારા મેગા રક્તદાન શિબિર યોજવામાં આવ્યો હતો આ રક્તદાન શિબિર નું શુભારંભ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું જેમાં ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા નાં પ્રમુખ શ્રી પરાગભાઈ સોમપુરા, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના પ્રચારક શ્રી રાજેન્દ્રભાઈ કુબાવત, મોટા કપાયા ના સરપંચ શ્રીમતી નંદાબા પઢિયાર, શ્રી નવલસિંહ પઢિયાર, શ્રી જયંતિલાલ મામણીયા ઉપસ્થિત રહ્યા હતા.
ભારત વિકાસ પરિષદ મુંદરા શાખા ના પ્રમુખ દ્વારા પધારેલા સૌ રક્તદાતાશ્રીઓ નું સાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભારત વિકાસ પરિષદ અને કચ્છ યુવક સંઘ દ્વારા રાષ્ટ્રહિત અને સમાજ કલ્યાણ માટે કરવામાં આવતી પ્રવુતિઓ ની માહિતી પૂરી પાડવામાં આવી હતી અને રક્તદાન શિબિર શરૂ કરવામાં આવ્યું હતું.
રક્તદાન મહાદાન ના અભિયાન માં રક્તદાન કરનારા સર્વે રક્તદાતાઓ ને સંસ્થા દ્વારા પ્રમાણપત્ર તેમજ બેગ આપી નવાજવામાં આવ્યા હતા.
મુંદરા શહેર અને તાલુકા ના વિવિધ ગામડાંઓ માંથી રક્તદાન કરવા માટે રક્તદાતાઓ પધાર્યા હતા અને ખુબ ઉત્સાહ પૂર્વક માનવ સેવાના યજ્ઞમાં સહભાગી બન્યા હતા ખુબ ઓછા સમયમાં રક્તદાતાઓ આ સેવાકીય યજ્ઞ ને સફળ બનાવવા ખુબ મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે કુલે રક્તદાતાઓ ની સંખ્યા ૧૦૫ જેટલા રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું.
આ સેવાકીય યજ્ઞ જેના વિના અધૂરું છે અને જેમનું ખુબ મહત્વનું યોગદાન કહી શકાય તેમાં જી.કે. જનરલ હોસ્પિટલ ભુજ માં આવેલ બ્લડ બેંક નું રહ્યું હતું બ્લડ બેંક ના શ્રી દર્શનભાઈ રાવલ અને તેમની સાથે પધારેલા ડોકટરશ્રીઓ અને મેડિકલ સ્ટાફ દ્વારા ખુબ સુંદર સહયોગ આપવામાં આવ્યો હતો. જે માટે સંસ્થાના પ્રમુખ શ્રી પરાગભાઈ સોમપુરા દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જેમનો પૂરો સાથ સહકાર રહ્યો તેવા ડો . કાવેરી મહેતા, ડો . મયુર પટેલ, શ્રી રાજીવ ત્રિવેદી સાહેબ, તુષારભાઈ શાહ, મંજૂલભાઈ ભટ્ટ, હાર્દિકભાઈ ગણાત્રા, કુલદીપભાઈ મોડ, નિલેશભાઈ મહેશ્વરી, દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
મેગા રક્તદાન શિબિર ના સંયોજક શ્રી કપીલભાઇ વ્યાસ અને શ્રી જયંતિલાલ મામણીયા દ્વારા સર્વે રક્તદાન કરનાર રક્તદાતાઓ નું તેમજ મોટા કપાયા જૈન મહાજન, મોટા કપાયા નાં ગ્રામજનો નું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા