લીલીયા મોટા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ દ્વારા કિકાણી પ્લોટ ગરબી મંડળ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ લીલીયા અને બજરંગ દળ લીલીયા દ્વારા શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ ઈતેશભાઈ મહેતા ની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવેલ.
આ પ્રસંગે ડોક્ટર પંકજભાઈ ત્રિવેદી વિશ્વ હિન્દુ પરિષદ કોશા અધ્યક્ષ દ્વારા શસ્ત્રનુ મહત્વ સમજાવવામાં આવેલ આ પ્રસંગેજિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ ઈતેશભાઈ મહેતા જિલ્લા ઉપાધ્યક્ષ રશ્મિનભાઈ ત્રિવેદી, જિલ્લા કોષાધ્યક્ષ ડો.પંકજભાઈ ત્રિવેદી મઠ મંદિરના સંયોજક પ્રતાપસિંહ રાઠોડ વિ.હિ.પ સત્સંગ જિલ્લા પ્રમુખ કમલેશભાઈ અગ્રાવત , અજયભાઈ માઢક લીલીયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરીનભાઈ સોની વિશ્વ હિન્દુ પરિષદ લીલીયા પ્રખંડ પ્રમુખ નિલેશભાઈ શેખલીયા મંત્રી દિનેશ ભાઈ સંગતાણી બજરંગ દળ સંયોજક મિતભાઈ સોળીયા આંતરરાષ્ટ્રીય અને વિ.હિ.પ. નાં રમેશભાઈ ભડકોલીયા શર્મીલભાઈ સાદરાણી સહિત ના લોકો આ તકે ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
અહેવાલ :- ઈમરાન પઠાણ, લીલીયા મોટા