માંડવી તા. ૨૭/૧૦
માંડવીના સપ્તધારા જૈન મહિલા મંડળના ઉપક્રમે, તાજેતરમાં જિલ્લા પંચાયત સંચાલિત જૈનનુતન પ્રાથમિક શાળા નં. ૩માં ફ્રી સ્ટાઈલ ગરબા, બેસ્ટ ડ્રેસ મેલ અને બેસ્ટ ડ્રેસ ફિમેલ સ્પર્ધા યોજવામાં આવી હતી.
શાળાના પટાંગણમાં શાળાની, શાળા વ્યવસ્થાપન સમિતિના શિક્ષણવિદ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહના પ્રમુખપદે યોજાયેલ આ સ્પર્ધામાં પ્રારંભમાં શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ સૌને આવકારી સપ્તધારા જૈન મહિલા મંડળની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.
પ્રમુખ સ્થાનેથી દિનેશભાઈ શાહે, સંસ્થાની આ પ્રવૃત્તિને આવકારી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિને બહાર લાવવા બદલ સંસ્થાના પ્રમુખ શ્રીમતી પિનાકીનીબેન રાહુલભાઈ સંઘવી અને તેમની ટીમને અભિનંદન પાઠવી, સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને રોકડ ઇનામથી પુરસ્કૃત કર્યા હતા.
ફ્રી સ્ટાઈલ ગરબામાં ભંભર શમીમ પ્રથમ નંબરે, જાડેજા પૃથ્વીરાજ દ્વિતીય નંબરે અને રેહાના ઘાંચી તૃત્ય નંબરે વિજેતા થયા હતા. જ્યારે બેસ્ટ ડ્રેસ મેલ સ્પર્ધામાં દેવ વાસાણી અને બેસ્ટ ડ્રેસ ફિમેલ માં ઈરમ ઘાંચી વિજેતા થયા હતા. તમામ વિજેતા ને દાતા શ્રીમતી અસ્મિતાબેન સંજયભાઈ મહેતા (પૂનમ બ્યુટી પાર્લર વાળા) તરફથી ઇનામો આપી પુરસ્કૃત કરાયા હતા.
નિર્ણાયક તરીકે ડો. પારૂલબેન ગોગરી એ સેવા આપી હતી. તેમણે પણ પ્રાસંગિક પ્રવચનમાં સપ્તધારા જૈન મહિલા મંડળની પ્રવૃત્તિની સરાહના કરી તમામ બાળકોને રોકડ પુરસ્કાર આપેલ હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સપ્તધારા જૈન મહિલા મંડળના પ્રમુખ અને શાળાના શિક્ષિકા શ્રીમતી પિનાકીનીબેન રાહુલભાઈ સંઘવીએ કરેલ હતું. જ્યારે શિક્ષિકા ભાવિનીબેન વાસાણીએ આભાર વિધિ કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા ઝરણાબેન સંજયભાઈ મહેતા તથા શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી, સ્ટાફના દર્શનભાઈ કબીરપંથી, પિનાકીનીબેન સંઘવી, ભાવિનીબેન વાસાણી, વર્ષાબેન સોમૈયા અને જાનવીબેન જેઠવા એ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા