માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ દીકરીઓના શિક્ષણ માટે રૂપિયા 3,00,000/- ( ત્રણ લાખ)નું દાન મળ્યું.

માંડવી તા. ૨૮/૧૦
અંધ, અપંગ, મંદબુદ્ધિ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે છેલ્લા 31 વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ કન્યાઓના શિક્ષણ માટે રૂપિયા 3,00,000/- (ત્રણ લાખ)નું દાન મળેલ છે.
સંસ્થાના ટ્રસ્ટી ડો. આદિત્ય ચંદારાણા ની પ્રેરણાથી સ્વ. મંગલદાસ ચત્રભુજ ચોથાણી (ઠક્કર) (મુલુંડ – ભુજ) ના સ્મરણાર્થે સ્વાતિબેન સુરેન્દ્રભાઇ ઠક્કર (ઘાટકોપર મુંબઈ)તરફથી દિવ્યાંગ કન્યાઓના શિક્ષણ માટે રૂપિયા 3,00,000/- (ત્રણ લાખ)ની માતબાર રકમનું દાન મળેલ હોવાનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું.
સંસ્થાના કાર્યાલયમાં એક સાદા સમારોહમાં દાતા સ્વાતિબેન સુરેન્દ્રભાઈ ઠક્કર (ઘાટકોપર – મુંબઈ) વતી દાતાના સગા ડો. આદિત્ય ચંદારાણાએ રૂપિયા 3,00,000/- નો ચેક સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી અને સહમંત્રી સુલતાનભાઇ મીરને અર્પણ કરેલ હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, દાતા સ્વ. મંગલદાસ ચત્રભુજ ચોથાણી (ઠક્કર) આજીવન પ્રોફેસર હતા.
સંસ્થાને રૂપિયા 3,00,000/- નું દાન આપવા બદલ દાતા સ્વાતિબેન સુરેન્દ્રભાઈ ઠક્કર (ઘાટકોપર – મુંબઈ) અને દાન માટે પ્રેરણા આપનાર ડો. આદિત્ય ચંદારાણા નો સંસ્થાના હોદ્દેદારો અને સમગ્ર ટ્રસ્ટી મંડળે આભાર માનેલ હતો.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *