માંડવી તા. ૨૭/૧૦
માંડવી ની જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ – હોસ્પિસ અને ડાયાલિસિસ સેન્ટર માંડવી તથા સ્વ. કુસુમબેન કિરણકુમાર સંઘવી પરિવાર – માંડવી (હસ્તે:- પૌત્ર અંશ, પૌત્રીઓ વૃતિ, રૂષવી અને આર્વી) તરફથી તાજેતરમાં જૈન બહેનો માટે સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સરનું નિદાન તથા જાગૃતિનો નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો.
સ્તન જન જાગૃતિ માસ નિમિત્તે યોજાયેલા આ નિ:શુલ્ક મેડિકલ કેમ્પને સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવીએ દીપ પ્રગટાવીને ખુલ્લો મુક્યો હતો.
પ્રારંભમાં સંસ્થાના ટ્રસ્ટી તથા પ્રવક્તા દિનેશભાઈ શાહે સૌને આવકારી કેમ્પની વિગતો આપી હતી.
સંસ્થાના મંત્રી શ્રી અરવિંદભાઈ શાહે સ્વાગત પ્રવચન અને પ્રસંગ પરિચય આપી, સંસ્થા તરફથી અપાઈ રહેલી આરોગ્ય સેવા ની માહિતી આપી હતી.
આ કેમ્પમાં સેવા આપતા પ્રખ્યાત ગાયનેક સર્જન ડો. ચાર્મીબેન પવાણીએ જણાવ્યું હતું કે, વહેલું નિદાન આપે જીવતદાન એમ જણાવી બહેનોએ નિદાન કરાવવામાં ના ગભરાવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જૈન મહિલા અગ્રણી ગીતાબેન વોરાએ કેમ્પના આયોજનને બિરદાવેલ હતું.
આ કેમ્પમાં પ્રખ્યાત ગાયનેક સર્જન ડો. ચાર્મીબેન પવાણીએ નિદાનાત્મક કાર્ય કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ટ્રસ્ટી તથા પ્રવક્તા દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે મંત્રી અરવિંદભાઈ શાહે આભાર વિધિ કરી હતી.
અહેવાલ :- ઇમરાન અવાડીયા