સુરતના વેસુ માં જૈન સાધ્વીજી ભગવંતે 121 ઉપવાસ કર્યા..!!
????આજે રંગે-ચંગે પારણું યોજાશે
જૈન ધર્મમાં ઉપવાસ તપનું અનેરું મહત્વ હોય છે, તેમજ આ તપ ખૂબ જ કઠિન હોય છે, જેમાં સવારના ૧૧ થી સાંજના ૬ સુધી માત્ર ઉકાળેલ પાણી પીને આખો દીવસ (૨૪ કલાક) ભુખ્યા રહેવાનું હોય છે, આવા સળંગ ૧૨૧ દિવસના ઉપવાસ સુરત ના વેસુ વિસ્તાર માં જૈન સાધ્વીજી ભગવંતે આજરોજ પરીપૂર્ણ કરેલ છે, જેનું પારણા મહોત્સવ આજ રોજ યોજાશે,
ભક્તિ યોગાચાર્ય આ.ભ. શ્રી યશોવિજય સુરીશ્વરજી મ.સા. ના આજ્ઞાનુંવર્તિ પૂ સાધ્વીજી શ્રી સુપર્વાશ્રીજી મ.સા. ના શિષ્યા પૂ સાધ્વીજી શ્રી આર્જવરતિશ્રીજી મ.સા. એ ૧૨૧ ઉપવાસનું કઠીન તપ પરીપૂર્ણ કરેલ છે જેનું પારણું આજ રોજ ભક્તિ યોગાચાર્ય આ.ભ. શ્રી યશોવિજય સુરીશ્વરજી મ.સા. તેમજ શાસ્ત્ર સંશોધક શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા સરસ્વતિ લબ્ધપ્રસાદ આ.ભ. શ્રી રત્નસુંદરસુરિશ્વરજી મ.સા. આદિઠાણા ની નિશ્રામાં ૐકારસૂરી આરાઘના ભુવન વેસુ સુરત ખાતે ધામધૂમ પૂર્વક યોજાશે.
શ્રાવક અજિત મહેતા ના જણાવ્યા અનુસાર પૂજ્ય સાધ્વીજી ભગવંતનું સંસારી નામ અંકિતાબહેન છે,તેમના સંસારી માતા પિતાનું નામ રમેશભાઈ તેમજ વિમળાબેન છે, જેઓ મૂળ બનાસકાંઠા ના વાવના વતની છે, જેમની દીક્ષા આજથી લગભગ ૨૨ વર્ષ પહેલા પોતાના વતન વાવ મુકામે થઈ હતી,
જેઓએ ચારિત્ર ગ્રહણ પછી ૫૦૦ આયંબિલ, વર્ષિતપ, સિધ્ધિતપ, ભદ્રતપ, અઠ્ઠાઈતપ,૩૬,૫૪,૭૨,૧૦૮, ઉપવાસ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરી છે, આજે ફરી એકવાર ૧૨૧ ઉપવાસ તપની આરાધના પરીપૂર્ણ કરીને સમગ્ર જૈન સમાજ માં આરાઘના નો ડંકો વગાડ્યો છે
અહેવાલ :- ઇમરાન અવાડીયા