લીલીયામોટા તા. ૨૫ લીલીયા મોટા કિષ્ના કન્ઝયુમર્સ અને શરાફી સહકારી મંડળી લી. માંથી ધીરાણ મેળવી હપ્તા નહીં ભરતા બાકીદાર (૧) લાલાભાઈ ખોડાભાઈ મકવાણા રહે. લીલીયા તા. લીલીયા હાલ સુરત વાળા નો ચેક રૂા. ૫૮,૪૪૨/- નો ધીરાણની રકમ તથા તે પર વ્યાજ ગણી આપેલ ચેક રીટર્ન થતા લીલીયા ક્રિષ્ના કન્ઝ્યુમર્સ અને શરાફી સહકારી મંડળીના ના ચેરમેન શ્રી હાર્દિકભાઈ જે દવે એ આ બાકીદારસામે મંડળીના લીગલ એડવાઇઝર શ્રી કિશોરભાઈ પાઠક મારફત લીલીયા કોર્ટમા ફોજદારી ફરીયાદ કેસ નં ૨૧/૨૦૨૨નો દાખલ કરેલ છે અને કેસ ચાલી જતા નામદાર અદાલત દ્વારા લાલજીભાઈ ખોડાભાઈ મકવાણા રહે. લીલીયા તા. લીલીયા વાળા ને છ માસની સજા કરવામા આવેલ અને ચેકની રકમ ૫૮,૪૪૨—તથા તે પરનુ વ્યાજ સંસ્થાને વળતર ચુકવવા આદેશ કરેલ. તેમજ તેટલીજ રકમનો દંડ નામદાર કોર્ટમા ભરવો અને દંડ ન ભરે તો વધુ એકમાસ ની સજા ભોગગવા લીલીયાના પ્રિનન્સીપાલ સિવલ જજ અને જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબે હુકમ કરેલ છે. આમ આ હુકમ થતા મંડળીના બાકીદારોમા ફફડાટ વ્યાપી ગયેલ છે આરોપી હાલ ફરાર હોઈ નામદાર અદાલત મારફત એસ.પી. શ્રી અમરેલીને સજા વોરન્ટ મોકલી સત્વરે ધરપકડ કરી જેલહવાલે કરવા હુકમ કરવામા આવેલ
અહેવાલ :- ઇમરાન પઠાણ