લીલીયા તાલુકાના પાણીની અછત વાળા વિસ્તાર માંથી મુક્ત કરાવવા માટે આ વિસ્તારના પ્રતિનિધિ પદે આરૂઢ ધારાસભ્ય મહેશભાઇ કસવાળા દ્વારા લાંબાગાળાની યોજનાઓ લાવીને લીલીયા પંથકમાં જળ સંચય થકી લીલીયા લીલોતર તાલુકો કરવાના કાયાપલટ કરવા કમર કસતા કસવાળાએ લીલીયાના બે ગામોમાં તળાવો નિર્માણ થાય તો 31 ગામડાઓને ફાયદો થવાના ધ્યેયથી જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાળવિયા સમક્ષ લેખિત રજૂઆત કરી છે જેમાં લીલીયા તાલુકાના એકલેરા ગામે 7 ગામોના આવતા પાણી નો સંગ્રહ થઇ શકે તેવું તળાવ બનાવી શકાય તેવી વિશાળ જગ્યા અને 900 વીઘા સરકારી પડતર જમીન ઉપલબ્ધ હોય સાથે પાણીના રીસોર્સ પણ હોય અને પાણી ભરાવવાંથી 13 ગામો ઇંગોરાળા, હરીપર, ગુંદરણ, ઢાગલા, ખારા, આસોદર, પાડરશિંગા અને પાંચતલાવડા જેવા ગામડાઓને વ્યાપક ફાયદો થશે તો સલડી ગામે 900 વિદ્યામાં 2 મીટર તળાવ ઊંડું કરવામાં આવે તો 18 ગામો પૂતળીયા, આંબા, ગોઢાવદર, મોટા લીલીયા, દુધાળા, જાત્રુડા, પૂંજાપાદર, અંટાલીયા, મોટા કણકોટ, લાલાવદર, વરસડા, કેરીયા, ભેસાણ જેવા ગામો ને સિંચાઇ અને પીવાના પાણીનો ફાયદો થતો હોય આ ગામડાઓમાં અમરેલી અને લાઠીના પણ અમુક ગામડાઓને ફાયદો થાય તેવી જમીની હકીકત મુજબ ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ જાતે સર્વે કરવાની ખેડૂતોને અને ગામડાઓની સમસ્યાઓના નિરાકરણ લાવવાના અભિગમને સાર્થક કરવાની નેમ સાથે ગાંધીનગર ખાતે સચિવાલયોમાં અને મંત્રીશ્રીઓ પાસે રૂબરૂ જઈને ગામડાઓની વાસ્તવિકતાઓ રજૂ કરીને કામો કઢાવવાની આવડતને આભારી સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક ના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને ધારાસભ્ય પદને હજુ એક વર્ષ પણ પૂર્ણ નથી થયું ત્યાં 350 કરોડ જેવી માતબર રકમની સૈધાંતિક મંજૂરીઓ મેળવીને રોડ, રસ્તા, ગટર, પીવાના અને સિંચાઇ ના પાણી સાથે જી.આઇ.ડી.સી., સ્પોર્ટ્સ સંકુલ, રેલવે બ્રિજ જેવા કામો ઉડીને આંખે વળગે તેવા કાર્યો લાંબા ગાળે સાર્થક સાબિત થશે તેમાં કોઈ બે મત નથી પણ નામના નહિ કામના કસવાળા કહેવાતા ધારાસભ્ય લીલીયા પંથકને પાણીની અછતવાળા વિસ્તાર માંથી બાદબાકી કરવાના અડીખમ ધ્યેયથી કામગીરીઓ કરતા લીલીયાના ગામડાઓ કૃષિક્ષેત્રે આગામી દિવસોમાં સોનેરી સૂરજ ઊગે તેવા કાર્યો કરવાનો આરંભ કર્યો છે તાજેતર માંજ 30 વર્ષનું આગવું આયોજન કરીને સાવરકુંડલા અને લીલીયાના બન્ને તાલુકા માટે 155 કરોડ મંજૂર કરાવીને ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપી દાખલો બેસાડ્યો છે ત્યારે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ને લીલીયા ના સલડી અને એકલેરા ગામોમાં તળાવો ની મંજુરી માટેની કાર્યવાહી કરવાનો આદેશ કરવા પત્ર ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ પાઠવ્યો છે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
અહેવાલ :- ઇમરાન પઠાણ