અંજાર, તા.૨૩/૧૦/૨૦૨૩
ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ ટ્રસ્ટ સંચાલિત લાઈફ કેર હોસ્પિટલ તથા લાઈફ સ્કોપ લેબ ગામ ઝુરા, તા.ભુજ (કચ્છ) મધ્યે તા.૩૦/૧૦/૨૦૨૩ સોમવાર ના રોજ જત મીઠાણી પરિવાર ના સહયોગ થી મહા મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહા નિશુલ્ક મેડીકલ કેમ્પનું ઉદ્ઘાટન ડો.સૈયદ હાજી હયાતશા વલીશા દ્વારા કરવામાં આવશે. જેમાં વિવિધ રોગો જેવા દાંત ને લગતા રોગો, સગર્ભા સ્ત્રી ને લગતા તમામ રોગો તેમજ શરદી, ઉધરસ, તાવ, બાળકોને લગતા રોગો, સાંધા ના દુખાવા, સંધીવા, પથરી, ખરજવું, શીળસ, જેવા વિવિધ ચામડીના રોગોનું નિદાન તથા સારવાર સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.અક્સાબેન ખત્રી અને ડો. નિકુંજ પોકાર, દાંત રોગો ના નિષ્ણાંત ડો.ફૈઝલ ખત્રી, ફમિલી ફીઝીસિયન ડો.શાહીન સમા દ્વારા કરવામાં આવશે.
સંસ્થાના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરીયા એ આ નિશુલ્ક કેમ્પમાં વધુ ને વધુ જરૂરતમંદ દર્દીઓ એ લાભ લે તેવી અપીલ કરી છે. આ કેમ્પમાં ઇત્તીહાદુલ મુસ્લેમીન-એ-કચ્છ ના પ્રમુખ સૈયદ હૈદરશા પીર, સીનીયર ટ્રસ્ટી હાજી જુમ્માભાઈ રાયમા, સૈયદ અનવરશા બાપુ, સાદીક્ભાઈ રાયમા ની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ કેમ્પનું સંચાલન તથા મેનેજમેન્ટ ઇત્તિહાદુલ મુસ્લેમીન-એ-હિન્દ કચ્છ આરોગ્ય સમિતિ ના પ્રમુખ સૈયદ હબીબશા હયાતશા દ્વારા કરવામાં આવશે.
આ કેમ્પમાં સામાજિક આગેવાનો ,ફકીરમામદ રાયશી ( સદસ્ય જીલ્લા પંચાયત), દામજીભાઈ ચાડ (સદસ્ય જીલ્લા પંચાયત),હઠુભા જાડેજા (ચેરમેન ખેતીવાડી ઉત્પન્ન બજાર ભુજ), હરીભાઇ આહિર (પુર્વ સદસ્ય ),એ.એમ.મુતવા, તુષારભાઈ ભાનુશાલી ( સરપંચ ઝુરા), જયેશભાઇ ભાનુશાલી, રણછોડભાઈ આહિર ( સરપંચ સુમરાસર શેખ), ધનજીભાઈ ભાનુશાલી (સરપંચ લોરીયા), ભમરસિંહ સોઢા (સરપંચ ઝુરા કેમ્પ), એન.ટી.આહીર (સરપંચ નિરોણા),હરીસીહ જાડેજા (પુર્વ સરપંચ ઝુરા),પી.એમ.જાડેજા (પુર્વ સરપંચ ઝુરા), રાણુભા જાડેજા (લોરીયા),અભેરાજજી જાડેજા,મામદ રહીમ જત (શાશક પક્ષના નેતા ભુજ તાલુકા પંચાયત), ડો.શિવા ભાનુશાલી, ડો.નિતેશ સાપરીયા,ડો.જે.એસ.શાહ,ડો.હાસમશા સૈયદ,ઈબ્રાહિમ રાયશી, હારૂનભાઈ જત, હરીલાલ ભાનુશાલી, વિજયરાજ સિંહ તુવર, પચાણ ઓઢાણા, મેઘજી ભદ્રુ, કાનજી સોઢા, દેવજી માતંગ, પ્રેમજી લક્ષ્મણ મહેશ્વરી, મુસ્તફા હાલેપોત્રા, હાસમશા સૈયદ, જત મામદ રમજુ, જી.જે.જત, હારૂનભાઈ જત, જાનમામદ લુહાર, વલીમામદ જત, અયુબ લુહાર, ઈકબાલ સુમરા, જત જાકબ હાસમ, જત હબીબ જાકબ, જત ઈબ્રાહીમ હાજી મામદ, જત ઈબ્રાહીમ સુલેમાન, જત ઓસમાણ હુશેન, જત હાસમ ઉરસ મીઠાણી, નોડે હયાતભાઈ વગેરે ઝુરા ગામના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. એવું સંસ્થા ના પ્રવક્તા જલાલશા સૈયદ ની યાદીમાં જણાવ્યું હતું.
અહેવાલ :- ઇમરાન અવાડીયા