માંડવીના રમણીય દરિયા કિનારે વિન્ડ ફાર્મ બીચ ઉપર આપણી નવરાત્રીમાં પ્રથમ જ વખત માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ મહિલાસેલે સુંદર નૃત્ય રજૂ કરી લોકોને મંત્ર મુગ્ધ કર્યા.

માંડવી તા. ૨૦/૧૦
માંડવીના રમણીય દરિયા કિનારે વિન્ડફાર્મ બીચ ઉપર આપણી નવરાત્રીમાં પ્રથમ જ વખત માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ મહિલાસેલે સુંદર નૃત્ય રજૂ કરીને માંડવીના નગરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આપણા ઈતિહાસમાં મીનળદેવી, નાયકાદેવી જેવી પાટણની પટરાણીઓનો અનોખો ઈતિહાસ છે. જે ઇતિહાસને દોહરાવવા પટરાણીઓનો સુંદર પહેરવેશ પરિધાન કરી અત્યંત ઉત્તમ કૃતિ દ્વારા પ્રસ્તુતિ તા. 18/10 ને બુધવારના રાત્રે આપણી નવરાત્રીમાં કરવામાં આવી હતી.


એક વિશિષ્ટ કૃતિ પાટણની પટરાણી નું સમગ્ર સંચાલન જિલ્લા કેળવણી નિરીક્ષક તથા માંડવીની ગોકુલવાસ પ્રાથમિક ગ્રુપ શાળાના આચાર્યા મૌસમીબેન જોશી દ્વારા કરવામાં આવેલ હતું. જ્યારે કોરિયોગ્રાફી HTAT આચાર્યા શ્રીમતી રોશનીબેન આશિષભાઈ શાહ અને માંડવીની તાલુકા ગ્રુપ શાળા નં. ૧ના આચાર્યા શ્રીમતી નીલમબેન ગોહિલે કરી હતી.
કાર્યક્રમના અંતે માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે તમામ શિક્ષિકા બહેનોને સન્માયા હતા. શિક્ષિકા બહેનોએ સુંદર કૃતિ રજૂ કરીને શિક્ષક કભી સાધારણ નહીં હોતા ઉક્તિને સાર્થક કરેલ હોવાનું સામાજિક અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ પ્રસંગે આપણી નવરાત્રી ના આયોજકો સર્વશ્રી દેવાંગભાઈ દવે, ભરતભાઈ વેદ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વસંતબેન સાયલે શિક્ષિકા બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *