માંડવી તા. ૧૬/૧૦
જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીને વિવિધ આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, શૈક્ષણિક કીટ વિતરણ, વિવિધ ચિકિત્સા દ્વારા રોગ જાગૃતિ, કુપોષણ, ઉર્જા બચાવો, પ્લાસ્ટિક હટાવો, અંગદાન જાગૃતિ જેવા પ્રોજેક્ટો ફેલોશીપ ભાવનાથી સમાજને અર્પણ કરવા બદલ, જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ૩બી (ગુજરાત) તરફથી, તાજેતરમાં ટીમ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના યજમાન પદે ભુજમાં મળેલી યુનિટ ૮ – ૧૨ – ૧૩ ની મલ્ટી યુનિટ કોન્ફરન્સમાં, જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન ૩(બી) ગુજરાતના પ્રેસિડેન્ટ શ્રી શાંતિલાલભાઈ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ ડો. મધુકાન્તભાઈ આચાર્ય, સેક્રેટરી પ્રદીપભાઈ જોશી અને કો – ઓર્ડીનેટર કલ્પનાબેન જોશીના હસ્તે ફેલોશીપ એવોર્ડ – 2023 એનાયત કરાયો હતો.
આ એવોર્ડનો સ્વીકાર યુનિટ ડાયરેક્ટર યોગેશભાઈ ત્રિવેદી, ફેડરેશન ઓફિસર યોગેશભાઈ મહેતા, માંડવી જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ સોની અને મંત્રી હર્ષભાઈ ત્રિવેદીએ સ્વીકાર કર્યો હોવાનું ફેડરેશનના પૂર્વ મીડિયા ઓફિસર અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ પ્રસંગે માંડવી જાયન્ટ્સ પરિવારના હિંમતસિંહ જાડેજા, યોગેશભાઈ ભટ્ટ, રાજેશભાઈ (પપુભાઈ) સોની અને ડેનિશભાઈ ગોગરી ઉપસ્થિત રહ્યા હતા. યુનિટ ઓફિસર રાજેશભાઈ ભટ્ટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- ઇમરાન અવાડીયા