૧૫મો રકતદાન કેમ્પ, નાટક તેમજ ઇંદોરની કેન્સર હોસ્પિટલના દદીૅઓને મિષ્ટાન ભોજન પણ અપાશે.
ઇંદોરના જૈન શ્રેષ્ઠીઓ વ્યસનમુક્તિ અભિયાનમાં ડોનેશન પણ આપશે.
માંડવી તા. ૧૪/૧૦
શ્રી કચ્છ આઠકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરુવર્ય ધીરજલાલજી સ્વામીના શિષ્ય, વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા, કચ્છી જૈનમુનિ પરમ પૂજ્ય નરેશચંદ્રજી “આનંદ” મહારાજ સાહેબ (ભોજાય – કચ્છ) કચ્છી જૈન મુનિ નો 66મો જન્મદિન ઇંદોર (મધ્યપ્રદેશ) મા તા 15/10 રવિવારે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી ઇંદોર સ્થાનકવાસી જૈનસંઘ વિવિધ સેવાકીય પ્રવૃતિઓથી ઉલ્લાસભેર ઉજવાશે.
જૈન યુવક મંડળના સહકારથી 15 મો રક્તદાન કેમ્પ યોજાશે. ઇંદોરના દાતા શ્રીમતી બીનાબેન ભુપેશભાઈ( ટીનુભાઇ) જયંતિલાલ સંઘવી તરફથી સ્વામીવાત્સલ્યનો કાર્યક્રમ યોજાશે. તેમજ લાડવાની પ્રભાવના કરાશે. બાળકો અને બાલિકા ઓ ધાર્મિક અને સામાજિક નાટક રજૂ કરશે. ઇંદોરની એમ.વાય. કેન્સર હોસ્પિટલ ના દર્દીઓને મિષ્ટાન ભોજન અપાશે. ત્રીરત્ન મહિલા મંડળ તરફથી ૬૬ લકકી ડ્રો અને મહિલા મંડળના અગ્રણી જયશ્રીબેન સંઘવી તરફથી વિશિષ્ટ ઇનામો અપાશે.
આ પ્રસંગે ઇંદોર સંઘના જૈન શ્રેષ્ઠીઓ તરફથી વ્યસનમુક્તિ અભિયાન ટ્રસ્ટ ને ડોનેશન પણ અપાનાર હોવાનું પૂ. નરેશમુનિ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઈ જોશી, ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહ અને મંત્રી/ખજાનચી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા ઇંદોર જૈન સંઘ, યુવક મંડળ, મહિલા મંડળ તથા પૂ. નરેશમુની મ. સા. ના શિષ્ય પૂજ્ય ઓજસમુની (બેરાજા કચ્છ) જહેમત ઉઠાવી રહ્યા છે.
અહેવાલ :- ઇમરાન અવાડીયા