વિદ્યાર્થીના વાલીએ શાળાના ધોરણ 1 થી 8 ના કુલ 321 વિદ્યાર્થીઓને અલ્પાહાર જ્યારે શાળાના ધોરણ 1 થી 4 ના 132 વિદ્યાર્થીઓને લંચબોક્સ અને બોલપેન ની ભેટ આપી.
માંડવી તા. ૧૪/૧૦
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈનનુતન પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં અભ્યાસ કરતા વાલીએ પોતાના પુત્રનો જન્મદિવસ વિશિષ્ટ રીતે ઉજવ્યો હતો.
જૈન નુતન પ્રાથમિક શાળા નં.૩માં બાલવાટિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી નોમાન ફકીરમામદ લુહારના વાલીએ પોતાના પુત્રના જન્મદિવસની ખુશાલીમાં શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા કુલ 321 વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવ્યો હતો. જ્યારે શાળામાં ધોરણ 1 થી 4 માં અભ્યાસ કરતા કુલ 132 વિદ્યાર્થીઓને લંચબોક્સ અને બોલપેનની ભેટ આપીને જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરી હોવાનું શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને શાળાની એસ.એમ.સી.ના શિક્ષણવિદ, શાળાના પૂર્વ આચાર્ય તથા રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે સંયુક્ત રીતે જણાવ્યું હતું.
જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી બાલવાટિકાના વિદ્યાર્થી નોમાનના દાદા ઇલિયાસભાઈ પણ આ જ પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે પણ પોતાના શૈશવના સંસ્મરણો ને વાગોળ્યા હતા અને પોતાના તત્કાલીન શિક્ષકોને સાદર વંદન કરી પોતાના પૌત્રને પણ આ જ શાળામાં ભણાવવાનો મોકો મળ્યો તે બદલ ખુશી વ્યક્ત કરી હોવાનું શાળાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા શ્રીમતી ભારતીબેન ભરતભાઈ ગોરે જણાવ્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી, પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહ, શિક્ષકો સર્વશ્રી મનુભા જાડેજા, એવોર્ડી શિક્ષિકા શ્રીમતી ભારતીબેન ગોર, દીપાબેન ચૌહાણ, વૈશાલીબેન કોટક અને શાળામાં નવા બદલી આવેલા શિક્ષિકા પ્રફુલાબેન રોઝુવાડીયા એ બાલવાટિકાના વિદ્યાર્થીને આશીર્વાદ પાઠવી તેના વાલીને શાળાના તમામ 321 વિદ્યાર્થી પ્રત્યેની લાગણીની સરાહના કરી હતી.
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કમલેશભાઈ ખટારીયા, જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રીમતી મૌસમીબેન જોશી અને શાળાની એસ.એમ.સી.ના પ્રમુખ શ્રીમતી કુંજલબેન શાહે પણ બાલવાટિકા ના વિદ્યાર્થીના વાલીને અભિનંદન પાઠવ્યા હતા.
અહેવાલ :- ઇમરાન અવાડીયા