શ્રી તપગરછ જૈન સંઘ ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય પરમ પૂજ્ય સાધવિ જી શ્રી હંસ લક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ ની નિર્શ્રામાં ચાતુર્માસ ની ભારે રંગે ચંગે ઉજવણી ચાલી રહી છે

દરરોજ સવારનાં ૭-૩૦ વાગે જીનવાણી માં પાચે ગરછ નાં ભાવિકો બહોળી સંખ્યામાં માં જીનવાણી નું શ્રવણ કરી રહ્યા છે જાણે ફરી પાર પર્યુષણ જેવો મ્હોલ જોવા મળી રહ્યો છે મહારાજ સાહેબ દરરોજ અલગ અલગ વિષય પર પ્રવચન આપી ભાવિકો ને જકડી રાખે છે


આજે મહારાજ સાહેબે નમસ્કાર મહા મંત્ર પર વ્યાખ્યાન માં નોન સ્ટોપ ૬૦ મિનિટ વ્યાખ્યાન આપતા જણાવ્યું હતું કે દરરોજ સવારના પોતાના ઘરે થી નમસ્કાર મહામંત્ર નું શ્રવણ કર્યા બાદ બહાર નીકળો તો તમારું કોઈ પણ કામ અટકતું નથી જે ખાત્રી પૂર્વક જણાવાયું હતું આ નમસ્કાર મહામંત્ર નું કુદરત પણ બહુમાન કરે છે હદય સપ્રસી શબ્દો સંભળાવ્તા ભાવિકો વાહ ગુરુજી નાં શબ્દો ને રોકી શક્યાન હતા આવા અંનેક દષટાતો આપી સરળ ભાષામાં મહત્વ સમજાવ્યું હતું હાલમાં નગર પ્રથમવખત૨૭૦૦/ આયંબિલ ની ઉગ્ર તપસ્યા ચાલી રહી છે જે ચાતુર્માસ દરમ્યાન આ વિક્રમી તપસ્યા પૂર્ણ થાશે ત્યારે સંઘ દ્વારાતપસ્વીઓ નુ બહુમાન નો કાર્યકમ યોજાશે ઉપરાંત ૧૫-૧૦-૨૦૨૩ થી ન્વપદજી આયંબિલ ઓળીનો પ્રારંભ થાશે ત્યારે મહારાજ સાહેબ દરરોજ પાંચે ગરછનાં ધરો માં આયંબિલ કરજો ની વાત કરતા સંધે મહારાજ સાહેબ ની વાત વધાવી લીધી હતી આનાથી અગાઉ પંનયાસ પ્રવર શ્રી પૂર્ણ રક્ષિત મહારાજા ની ચાતુર્માસ ની યાદ તાજી કરાઈ હતી દરરોજ જીનવાણી માં તપગરછ જૈન સંઘના પ્રમુખ હરેશ ભાઈ મહેતા ,ઉપ પ્રમુખ પપ્પુ મહેતા , માજી પ્રમુખ વિનોદ ભાઈ ફોફડિયા , ચંદ્રકાંત ભાઈ શાહ , ભરત મહેતા , પંકજ ભાઈ શાહ, મહેન્દ્ર મહેતા દીપક ભાઈ શાહ , નરેન્દ્ર મહેતા ,સુરેશ મહેતા , સંપત મહેતા , રોહિત મહેતા, મંત્રી પારસ ફોફડિયા, બિર્જેશ ફોફડિયા , હાર્દિક સંધવી, તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી જીનવાણી નું શ્રવણ કરી રહ્યા છે એમ શાસન પ્રેમી વિનોદ મહેતા ની યાદીમાં જણાવાયું છે

અહેવાલ :- ઇમરાન અવાડિયા, મુંદરા કચ્છ

india9news
Author: india9news

Media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *