તા. ૦૭-૧૦-૨૦૨૩ શનીવાર ના રોજ કલાક ૫/- થી રાજગોર સમાજવાડી આરટીઓ રી લોકેશન સાઈડ ભુજ ખાતે કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પશ્ચિમ ઝોન મહિલા પાખ તથાં અખિલ કચ્છ રાજગોર મહિલા વિભાગ સંયુક્ત ઉપક્રમે ‘ નવદુર્ગા પુજા- શણગાર હરીફાઈ યોજાઈ હતી જેમાં ૭૫ કુમારિકાએ ભાગ લીધો હતો
નારીશક્તિ ને જાગૃત કરીને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવાના ધ્યેય સાથે આયોજિત આ હરીફાઈ ને કચ્છ સૌરાષ્ટ્ર ના ટ્રસ્ટી શ્રીએચ. એલ અજાણીએ ખુલ્લી મુકી હતી કાયૅક્રમ ના અધ્યક્ષ સ્થાને કૃપાબેન નાકર રહ્યા હતા મહેશભાઈ વ્યાસ, અશ્ચિનભાઈ પંડયા, ભરતભાઈ એમ. ગોર, મિત બલરાજ જોષી, કનૈયાલાલ એચ. અબોટી , દિલીપભાઈ આચાર્ય, વિગેરે હાજર રહ્યા હતા. વિજેતાઓને સંસ્થા તેમજ કમલબેન ટી. જોષી તરફથી ઈનામો અપાયા હતા
નિણૉયકો તરીકે ઉષ્માબેન દીપકભાઈ માંકડ, બીનાબેન જોષી,યોગીતાબેન હાથીએ સેવા આપી હતી
ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખશ્રી રાજેશભાઈ જે. ગોર, કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખશ્રી મનોજભાઈ સી. જોષી, લાભશંકરભાઈ, યોગગુરૂ કમલ ભાઈ ભટ્ટ , વિગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી સંચાલન રીટાબેન ભટ્ટ તથા તથા ગીતાબેન જોષી એ સંભાળ્યું હતું
કાયૅક્રમ ને સફળ બનાવવા કામિનીબેન, વૈશાલીબેન, ભાવિશાબેન , રાધિકાબેન
જ્યોતિબેન, જયાબેન ગોર, ચૈતાલીબેન, વગેરે સહયોગી રહયા હતા અને કાયૅક્રમ સફળ બનાવેલ હતો
અહેવાલ :- ઇમરાન અવાડીયા