એવોર્ડ મેળવીને પુષ્પાબેન ચાવડાએ શાળાનું ગૌરવ વધાર્યું.
માંડવી તા. ૧૩/૧૦
જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની ડો.જયંત ખત્રી પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી પુષ્પાબેન મનીષભાઈ ચાવડાને તાજેતરમાં સરકાર તરફથી તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતાં શાળા તથા શાળાની એસ.એમ.સી.તરફથી તેમનું સન્માન કરવા તાજેતરમાં એક સમારોહ યોજાયો હતો.
શાળાના આચાર્ય રીતેશભાઈ ગુસાંઈ ના પ્રમુખ પદે અને શાળાની એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી ઇસ્માઈલભાઈ જુણેજાના અતિથિ વિશેષ પદે યોજાયેલા સમારંભમાં પ્રારંભમાં શાળાના બાળકોએ ભાવવાહી પ્રાર્થના રજૂ કરી હતી.
પ્રારંભમાં સમારોહના અધ્યક્ષ અને શાળાના આચાર્યશ્રી રીતેશભાઈ ગુંસાઈએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી શાળાના શિક્ષિકા શ્રીમતી પુષ્પાબેન મનીષભાઈ ચાવડા ને તાલુકા કક્ષાનો એવોર્ડ મળવા બદલ તેમને અભિનંદન પાઠવી ભવિષ્યમાં વધુને વધુ પ્રગતિ કરવા શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે પુષ્પાબેન ને મોમેન્ટો અર્પણ કરી, શાલ ઓઢાડી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી તેમજ એસ.એમ.સી.ના સભ્યો કસ્તુરબેન, પારુલબેન, પાર્વતીબેન, હંસાબેન તેમજ શાળાના સ્ટાફે એવોર્ડ મેળવનાર શાળાના શિક્ષિકા શ્રીમતી પુષ્પાબેન મનીષભાઈ ચાવડા ની કામગીરીની સરાહના કરી હતી. અને ભવિષ્યમાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવવા શુભેચ્છા પાઠવી હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને માંડવી તાલુકાના નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક, એવોર્ડી શિક્ષક અને જાણીતા લોકસાહિત્યકાર રમેશભાઈ જોશી એ કરેલ હતું.
સન્માનના પ્રત્યુતરમાં શ્રેષ્ઠ શિક્ષિકા શ્રીમતી પુષ્પાબેન ચાવડાએ સન્માન બદલ શાળાના આચાર્ય રીતેશભાઈ ગુંસાઈ, શાળાનો સ્ટાફ, એસ.એમ.સી.ના અધ્યક્ષ ઈસ્માઈલભાઈ જુણેજા અને એસ.એમ.સી.ના સભ્યોનો આભાર માન્યો હતો.
અહેવાલ :- ઇમરાન અવાડીયા