માંડવીની જૈનનૂતન પ્રાથમિક શાળા નં.૩માં બોલપેન અને ફાઈલનું દાતાના સહયોગથી વિતરણ થયું.

જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈનનુતન પ્રાથમિક શાળા નં.૩માં વિદ્યાર્થીઓને દાતાના સહયોગથી બોલપેન અને ફાઈલનું વિતરણ થયું હતું.
શાળામાં ધોરણ ૬ થી ૮ માં અભ્યાસ કરતા કુલ 126 વિદ્યાર્થીઓને માંડવી ના દાતા પારસભાઈ વી. શાહ તરફથી સારી કોલેટી ની બોલપેન અને ફાઈલનું વિતરણ શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને શાળાની એસ. એમ. સી. ના શિક્ષણવિદ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહના હસ્તે તાજેતરમાં કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે શાળાના સ્ટાફ ના શિક્ષકો મનુભા જાડેજા, દર્શનભાઈ કબીરપંથી, પિનાકીનીબેન સંઘવી, ભાવિનીબેન વાસાણી, વર્ષાબેન સોમૈયા, વૈશાલીબેન કોટક, ઝરણાબેન મહેતા અને જાનવીબેન જેઠવા ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા.
શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી અને શાળાની એસ.એમ.સી. ના શિક્ષણવિદ દિનેશભાઈ શાહે, દાતા પારસભાઈ વી. શાહનો આભાર માન્યો હતો.

અહેવાલ :- ઇમરાન અવાડીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *