યાત્રિક-ટુરીસો માટે શાન સમો પુલ ના અલીગઢ ના પાતળા કયારે ખુલ્શે…
યાત્રાધામ દ્વારકામાં આવેલ સુદામાં સેતુ પુલ મોરબી પુલની દુર્ધટના બાદ શોભાના ગઢીયા સમાન બન્યો છે. યાત્રિક-ટુરીસો માટે શાન સમો પુલ કયારે ખુલ્શે તેવી મિટ મંડાઇ રહી છે.
સુદામાં સેતુ પુલ હાલ બંધ હોવાથી યાત્રિક- ટુરીસો પરેશાન થાય છે. ગોમતી નદિ પરનો આ પદયાત્રિ પુલ જગત મંદિર અને તેની અગ્રિ દિશામાં આવેલ ટાપુ પરના પંચનાદ અથવા પંચકુઇ તિર્થને જોડે છે.અહી મહાભારતના પાંચ પાંડવ સાથે સંકળાયેલા પંચકુઇ નામના પાંચ મીઠા પાણીના કુવાઓ છે.
દ્વારકામાં પ્રવાસીઓ માટે શાન સમો ગણાતો સુદામાં સેતુ બંધ હોવાથી યાત્રિક-પ્રવાસીઓને પારવાર મુસ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. દુર દુરથી આવતા યાત્રિકો ને પંચકુઇ દરિયાઇ બિચ તરફ હરવા ફરવા જવા માટે પારાવાર મુસ્કેલી વેઠવી પડી રહી છે. મોરબી માં ઝુલતા પુલ ટુટવાની ધટના બન્યા બાદ પ્રસાસન પણ જાગ્યુ અને સુદામા સેતુ બંધ કરી દિધો ત્યારે વહીવટી તંત્રએ સુદામાં સેતુનું નિરક્ષણ કર્યા બાદ શરૂ કરવાની વાત કહી હતી. આટલો સમય વિત્યા બાદ પણ હજૂ આ સુદામા સેતુ બંધ રાખવામાં આવ્યો છે. જેને લૈઇ યાત્રિકો મુસ્કેલીમાં મુકાયા છે.
સુદામા સેતુ બંધ હોવાથી યાત્રિકો ગોમતીના પાણીમાંથી પસાર થૈઇ પંચકુઇ વિસ્તારમાં જઇ રહ્યા છે. મહિલાઓ યાત્રિકો બાળકો પાણીમાંથી પસાર થતા નજરે પડી રહ્યા છે. સુદામાં સેતુ દરિયા કિનારે બનેલો છે. અને ખુબ મજબુત રીતે બનાવેલ છે. ત્યારે સલામતીને ધ્યાને લૈઇ યાત્રિકોને મર્યાદિત સંખ્યામાં અવરજવર કરવામાં આવે તો યાત્રિકોને પણ મુસ્કેલી ન પડે દુર દુરથી આવેલ યાત્રિકો પણ શાન સમા સુદામાં સેતુ નો પ્રવાસનો આનંદ માણ્યા વિના જઇ રહ્યા છે. ત્યારે સુદામાં સેતુ જલ્દી ચાલુ થાય તેવી યાત્રિકો માંગ કરી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચ બનાવેલ પુલ હાલ આ પુલ શોભાના ગઠીયા સમાન જોવા મલે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે, ગુજરાત પ્રવાસન વિભાગ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સયોગથી સુદામાં સેતુ પુલનું ૭.૪૨ કરોડના ખર્ચ નિર્માણ કરાયુ હતું. આ પુલનું ઉદ્ધાટન ૧૧ જુન ૨૦૧૬ના રોજ ગુજરાતના પૂર્વ મંખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુલ ૧૬૬ મીટર લાંબો અને ૪.૨ મીટર પહોળો છે. જેની ક્ષમતા પ્રતિ કલાક ૨૫૦૦૦ થી ૩૦.૦૦૦ રાહદારીઓને લઇ જવાની હોવાનું જાણવા મલ્યુ છે.
સુદામાં સંતુ ઉપરથી પસાર થવા માટે માત્ર રૂપિયા દસ ની ટીકીટ મેળવી સુદામા સેતુ પાર કરી રમણીય સમુદ્રના કિનારે પરીવાર સાથે આનંદ માણી રહ્યા હોય ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવતા યાત્રિકો તેમજ સહેલાણીઓ સુદામા સેતુ પાર કરી સમુદ્રની લહેરો જોવાં ભરપૂર આનંદ માણી રહ્યા હતા અને પુલ સાથેની યાદગાર ફોટોગ્રાફી પણ કરતા હોય છે.
અહેવાલ :- અનિલ લાલ, દ્વારકા