શ્રી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચના ઉપક્રમે શ્રી વિશા શ્રીમાળી ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિના પ્રમુખ અને માંડવીના પૂર્વ નગરપતિ શ્રી મેહુલભાઈ શાહનું તાજેતરમાં અભિવાદન કરાયું હતું.
માંડવીની આંબા બજાર (સોની બજાર) આવેલા જૈન ઉપાશ્રયમાં શ્રી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ ના ઉપક્રમે તાજેતરમાં યોજાયેલા ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં સંસ્થાના અગ્રણી નરેશભાઈ દોલતભાઈ શાહ, માંડવીના ત્રણગચ્છ જૈન સંઘ અને અચલગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહ તથા માંડવી નગરપાલિકાના નગરસેવક શ્રી પારસભાઈ સંઘવીના હસ્તે માંડવીના વિશા શ્રીમાળી ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિના પ્રમુખ અને માંડવીના પૂર્વ નગરપતિ શ્રી મેહુલભાઈ શાહને મોતીની માળા પહેરાવી, શાલ ઓઢાડી, શંખેશ્વર પાર્શ્વનાથ શિધ્ધયક્રયંત્ર અર્પણ કરીને અભીવાદન કરાયું હતું.
આ પ્રસંગે માંડવીના પાંચેગચ્છના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી મેહુલભાઈ શાહે શ્રી ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચનો સન્માન બદલ આભાર માન્યો હતો.
અહેવાલ :- ઇમરાન અવાડીયા