આજ રોજ લીલીયા ઘટક માં બેટી બચાવો બેટી પઢાવો” યોજના તેમજ “પૂર્ણા” અને “સશક્ત અને સુપોષિત કિશોરી-અભ્યાન” મેળાનું આયોજન કરવામાં આવેલ
જેમાં મામલતદાર રાદડીયા દ્વારા તેમજ આવેલ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકવા માં આવેલ અને આવેલ મહાનુભાવો વર્કર બહેનો અને કિશોરી ઓ દ્વારા પોષણ યુક્ત વાનગી બનાવી અને વાનગી વિશે સમજ આપવા માં આવેલ
આ તકે તાલુકા વિકાસ અધિકારી હેતલબેન કટારા દ્વારા કિશોરીઓ ને સમજ અપાઈ
આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત,લીલીયા સરપંચ જીવન ભાઈ વોરા મેડિકલ ઓફિસર હિરેન ભાઈ સોલંકી દહેજ પ્રતિબંધક વિભાગ માંથી હસમુખ ભાઈ રાઠોડ મુખ્ય સેવિકા ડિમ્પલબેન એન.એન.એમ.બીસી તુલસીભાઈ પરમાર પી.એસ.ઇ સવિતા બેન જાદવ ક્લાર્ક મહેન્દ્રભાઈ પરમાર તાલુકા હેલ્થ સુપર વાઈઝર માધડ ભાઈ વર્કર બહેનો અને કિશોરીઓ દ્વારા આ કાર્યક્રમ નું સુંદર આયોજન કરાયું હતુ
આ કાર્યક્રમ માં તાલુકા ભાજપ પ્રમુખ મહામંત્રી તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કાનજીભાઈ નાકરાણી ઉપ પ્રમુખ જગાભાઈ દેથલિયા ભીખાભાઈ ધોરાજીયા કેપ્ટન ધામત સહિત ના અધિકારી ઓ પદાધિકારી ઓ કાર્યક્રમ માં ઉપસ્થિતિ રહેલ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મકવાણા ભાઈ દ્વારા કરવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
અહેવાલ :- ઈમરાન પઠાણ, લીલીયા મોટા