માંડવીમાં છેલ્લા 31 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે નેત્રદિપક કામગીરી કરતી સંસ્થા જન કલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલીસીસ સેન્ટર – માંડવીને તાજેતરમાં મોખા (તા. મુન્દ્રા)ના દાતા તરફથી રૂપિયા 55,555/- પંચાવન હજાર પાંચસો પંચાવન રૂપિયાનું અનુદાન મહારાજ સાહેબના વૈયાવચ્ય માટે મળેલ છે.
મોખા (તા.મુન્દ્રા)ના દાતા દિલીપભાઈ કાંતિલાલ છેડા અને શ્રીમતી હીનાબેન દિલીપભાઈ છેડા તાજેતરમાં સંસ્થાની મુલાકાતે આવેલ ત્યારે, સંસ્થા દ્વારા સંપ્રદાયના બાદ વગર મહારાજ સાહેબોની થઈ રહેલ વૈયાવચ્યની પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ તેમણે માતૃશ્રી હેમકુંવરબેન કાંતિલાલ કુંવરજી છેડાની સ્મૃતિમાં, સંસ્થાના પ્રમુખશ્રી કિરણભાઈ સંઘવીને સાધુ – સાધ્વીના વૈયાવચ્ય માટે રૂપિયા 55,555/- નું અનુદાનનો ચેક અર્પણ કરેલ હોવાનું સંસ્થાના ટ્રસ્ટી અને પ્રવક્તા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
સંસ્થાના પ્રમુખ કિરણભાઈ સંઘવી, ઉપપ્રમુખ શાંતિલાલભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ શાહ, ખજાનચી નિશાંતભાઈ શાહ, સહમંત્રી મહેશભાઈ કંસારા, ટ્રસ્ટી તેમજ પ્રવક્તા દિનેશભાઈ શાહ અને સમસ્ત ટ્રસ્ટી મંડળે, સાધુ – સાધવી ના વૈયાવચ્ય માટે રૂપિયા 55,555/- નું અનુદાન આપવા બદલ મોખા (તા. મુદ્રા) ના દાતા દિલીપભાઈ કાંતિલાલ છેડા અને શ્રીમતી હીનાબેન દિલીપભાઈ છેડાનો આભાર માન્યો હતો.
અહેવાલ :- ઇમરાન અવાડીયા